Subdistrict adhyashakti general hospital 1

Subdistrict adhyashakti general hospital: આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.સતીશ મકવાણાએ અંબાજીમાં સબડિસ્ટ્રીક્ટ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ની મુલાકાત લીધી

Subdistrict adhyashakti general hospital: ડો.સતીશ મકવાણાએ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ માં ડાયાલીસીસ ના નવા મશીન નું ઉદ્ધઘાટન કરી

અહેવાલઃ કિષ્ણા ગુપ્તા

અંબાજી, 27 મેઃ Subdistrict adhyashakti general hospital: ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.સતીશ મકવાણા એ આજે શક્તિપીઠ અંબાજી માં સબડિસ્ટ્રીક્ટ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રારંભે હોસ્પિટલ ના ડોક્ટર સહીત ના સ્ટાફ સાથે મુલાકાત કરી હતી. સાથે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ માં ડાયાલીસીસ ના નવા મશીન નું ઉદ્ધઘાટન કરી.

ડાયાલીસીસ સેન્ટર ને ખુલ્લું મૂક્યું હતું તેમજ પ્રધાનમંત્રી યોજના ના આયુષ્યમાન કાર્ડ માટે લાભાર્થીઓ ને 20 કિલોમીટર દૂર દાંતા જવું પડતું હતું તેના બદલે હવે અંબાજી ની આ હોસ્પિટલ માજ આયુષ્યમાન કાર્ડ માટે ની વ્યવસ્થા ઉભી કરાવમાં આવી હતી તેનું પણ ડો.સતીશ મકવાણા એ ખુલ્લું મૂકી ને લોકો ને સ્થાનિક સ્તરે જ લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ તમામ કાર્યક્રમો ની સાથે અંબાજી કુમ્ભારીયા વિસ્તાર ની નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેને પણ ડો.મકવાણા એ શરૂઆત કરાવી હતી એટલુંજ નહીં અંબાજી ખાતે દર્દીઓ ને પારાવાર બ્લડ ની જરૂરિયાત પડતી હોવાથી અંબાજી ખાતે જ બ્લડ સ્ટોરેજ શરુ કરવા પણ રજુઆત કરાઈ હતી.

આ મુલાકત દરમિયાન અંબાજી રોગી કલ્યાણ સમિતિ દ્વારા અંબાજી ની આ જનરલ હોસ્પિટલ માં ગાયનેક ડોક્ટર ને ફિજિશિયન ડોક્ટર સહીત નર્સિંગ સ્ટાફ ની ઘટ ને લઈ રજુઆત કરવામાં આવી હતી. તેને પણ વિભાગીય નિયામક ડો.સતીશ મકવાણા (રિજનલ ડેપ્યુટી ડિરેક્ટર,આરોગ્ય વિભાગ) ગુજરાત એ માન્ય રાખી ને તાકીદે આ ઘટ્ટ પુરી થાય તેવા પ્રયાસો હાથ ધરવા ખાતરી આપી હતી.

આ પ્રસંગે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ના સુપ્રીન્ટેન્ડેન્ટ યજુવેન્દ્રસિહ મકવાણા.ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર અગ્રવાલ, આર કે એસ ના સભ્ય ડો.નિતિનભાઈ પટેલ ,સહીત હોસ્પીટલ નો સ્ટાફ ઉપસ્થીત રહ્યો હતો.

આ પણ વાંચો… Swamiji ni Vani part-13: જીવનમાં નાની નાની વસ્તુઓ પણ ધર્મ બને છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો