Police Blood Donation 2

સુરત શહેર પોલીસ અધિકારી-કર્મીઓએ ૩૨ યુનિટ રકતદાન કરી, માનવતા મહેકાવી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૦૧ ઓક્ટોબર: કોરોનાની મહામારી વચ્ચે રકતની અછતની પહોંચી વળવા માટે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમર સહિત ૩૨ પોલીસ કર્મીઓએ રકતદાન કરી, માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે. સુરતની સ્મિમેર હોસ્પિટલની બ્લડ બેંકના દ્વારા પાર્લેપોઈન્ટ વિસ્તારના અંબિકા નિકેતન મંદિર ખાતે યોજાયેલા રકતદાન શિબિરમાં પોલીસ કમિશનર શ્રી અજય તોમર સહિત ૩૦ પોલીસ અધિકારીઓએ રક્તદાન કર્યું હતું. કોરોના વાયરસની આ મહામારીના કપરા સમયમાં દર્દીઓને રકતની અછત ન સર્જાય એ હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Police Blood Donation

પોલીસ કમિશનરશ્રીએ તોમરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના લીધે સુરતમાં વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય તે જરૂરી છે. શહેર પોલીસ મિત્રોએ રક્તદાન કરીને શહેરના નાગરિકો પણ વધુમાં વધુ રક્તદાન કરે તેવો અનુરોધ કર્યો હતો. હાલના સમયમાં દર્દીઓને રક્તની વધુ જરૂરિયાત રહેતી હોય રક્તદાન કરવું ખુબ જરૂરી બન્યું છે.
અધિક પોલીસ કમિશનર(ક્રાઈમ એન્ડ ટ્રાફીક)શ્રી શરદ સીંઘલ, નાયબ પોલીસ કમિશનરશ્રી(વિશેષ શાખા)જે.એન.દેસાઈ, પોલીસ ઈન્સપેક્ટરશ્રી અંકિત સોમૈયા તથા અન્ય પોલીસ કર્મીઓએ રકતદાન કર્યું હતું.

loading…