Surat collector visit hospital 2

Surat Collector: સુરત GIDCમાં બનેલી દુર્ઘટનામાં અસરગ્રસ્ત દર્દીઓની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી

Surat Collector: સચીન જી.આઇ.ડી.સી.માં બનેલી દુર્ઘટનામાં અસરગ્રસ્ત દર્દીઓની જિલ્લા કલેકટરે નવી સિવિલ ખાતે મુલાકાત લીધી

અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, ૦૬ જાન્યુઆરીઃ
Surat Collector: સુરત શહેરના સચીન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં મળસ્કે ટેન્કરમાંથી કેમિકલ ઠાલવતા ઝેરી ગેસની અસરના કારણે આસપાસના શ્રમિકોને ગેસના કારણે ગંભીર અસર થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રમિક દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમની આજરોજ જિલ્લા કલેકટર આયુષ ઓકે મુલાકાત લઈ તેમની સારવાર સંદર્ભે ડોકટરો સાથે ચર્ચા કરી હતી.

મીડિયા સાથેની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સચીન જી.આઈ.ડી.સી.માં સવારે ૬.૦૦ વાગે ગેસ લીકેજના કારણે ૬ લોકોના મૃત્યૃ થયા છે જયારે ૨૩ દર્દીઓ નવી સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી સાત વેન્ટીલેટર પર છે. સિવિલના નિષ્ણાંત ડોકટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે.

Surat Collector visit Navi hospital

આ દુર્ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે. જયારે જી.પી.સી.બી. તથા એફ.એસ.એલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો…PM Security Breach: પીએમ સુરક્ષા ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, વાંચો વિગત

Whatsapp Join Banner Guj