anaj vitran 5

સુરત જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું

anaj vitran 3
  • સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જુલાઈ-૨૦માં ૧,૯૭,૨૫૯ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુંઃ
  • કોરોનાના કપરા દિવસ દરમિયાન અનાજ પુરવઠો અમારા માટે
  • સંજીવની સમાન બની રહેશે: લાભાર્થી હિતેશ પટેલ
  • મહુવા તાલુકાના ખરવાણ ગામે જુલાઈ મહિનાનું નિ:શુલ્ક અનાજ મેળવતાં ગ્રામજનો

સૂરતઃસોમવારઃ- કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં લંબાવવામાં આવેલ લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકારે જુલાઈ મહિનાની તા.૨૩મી ૨૭મી જુલાઈ દરમિયાન સુરત જિલ્લામાં NFSA યોજના હેઠળ ૧,૯૨,૧૧૨ લાભાર્થીઓને તથા નોન NFSA બી.પી.એલ. ૫૧૪૭ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.

          ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને વાજબી ભાવની દુકાનેથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ ૩.૫ કિ.ગ્રા ઘઉં અને ૧.૫ કિ.ગ્રા.ચોખા મળી કુલ વ્યક્તિ દીઠ ૫ કિ.ગ્રા. અનાજ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે. સુરત જિલ્લાના તાલુકા તથા સીટી વિસ્તારમાં લાભાર્થીઓ માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ સાથે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચૂસ્તપણે પાલન કરી વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું.  કોરોના વાયરસના સંક્રમણની ભીતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને લઇ સમાંતર અંતરે વર્તુળ અંકિત કરી તકેદારી રાખવામાં આવી રહી છે.

anaj vitran 5

           સુરત જિલ્લાના NFSA યોજના હેઠળ ૧,૯૨,૧૧૨ લાભાર્થીઓને તથા નોન NFSA બી.પી.એલ કાર્ડ ધારકોને ઓલપાડ તાલુકામાં ૧૧૨૬૦, માંગરોળમાં ૧૫૨૧૬, ઉમરપાડામાં ૮૨૦૯, માંડવીમાં૨૦૬૦૮, કામરેજમાં ૯૫૬૫, ચોર્યાસીમાં ૫૦૬૨, પલસાણામાં ૬૦૭૪, બારડોલીમાં ૧૯૨૦૫, મહુવામાં ૧૫૦૯૨ કાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે હજુ તા.૩૧મી જુલાઈ સુધી વિતરણ શરૂ રહેશે. આ ઉપરાંત સૂરત શહેરના ચોક, નાનપુરા, ઉધના, રાંદેર, કતારગામ, પુણા, વરાછા, અમરોલી, લિબાયત, મજુરા ઝોન વિસ્તારના લાભાર્થીઓને પણ અનાજ વિતરણ કરાયું હતું.  

              મહુવા તાલુકાના ખરવાણ ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતાં વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા જરૂરતમંદો માટે પીવાના પાણી અને સેનીટાઈઝરની વ્યવસ્થાની સાથે રેશન કાર્ડ રજૂ કરતાં સમયે ફરજિયાતપણે સેનીટાઈઝરથી હાથ સાફ કરાવવામાં આવે છે.

anaj vitran 1

            અનાજની દુકાને અનાજ લેવા આવેલા ૩૮ વર્ષીય એ..પી.એલ.-૧ જરૂરીયાતમંદ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે તમામ ઘંઘાઓ બંધ છે, અમોને મજુરી મળતી નથી. જેના કારણે રાજય સરકારે અમારા જેવા ગરીબોને વિનામૂલ્યે જીવનજરૂરી અનાજ, ખાંડ, ખાદ્યતેલ આપીને અમને ખુબ ઉપયોગી મદદ કરી છે. લોકડાઉનના બાકીના દિવસ દરમિયાન આ પુરવઠો અમારા માટે સંજીવની સમાન બની રહ્યો છે. રાજય સરકાર ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે.  

anaj vitran 7

               ખરવાણના ૩૮ વર્ષીય લાભાર્થી રાકેશભાઈ પટેલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા  જણાવ્યું હતું  કે, લોકડાઉનની આ કપરી પરિસ્થિતિમાં  “અનાજ વિતરણ દ્વારા સરકાર અન્નપૂર્ણા બનીને અમારી વ્હારે આવી છે. લોકડાઉનથી મજુરી બંધ થઈ ગઈ હતી અને મારા પરિવારમાં પાંચ સભ્યો છે. તેમના ભરણ પોષણની જવાબદારી મારા માથા પર છે. તે જવાબદારી સરકારે પોતાના માથે ઉપાડી અમને એક માણસ દિઠ સાડા ત્રણ કિલો ધઉં અને ડોઢ કિલો ચોખા આપ્યા છે. જે દબલ રાકેશભાઈએ રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.