thomas lefebvre gp8BLyaTaA0 unsplash

સુરેન્દ્રનગર: સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

thomas lefebvre gp8BLyaTaA0 unsplash

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ-૨૦૨૦ના પ્રવેશસત્રમાં ખાલી રહેતી બેઠકો પર સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

 સુરેન્દ્રનગર, ૦૯ ઓક્ટોબર: ઔદ્યોગીક તાલીમ સંસ્થા – સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓસુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર(મહિલા ),  પાટડી, ધ્રાંગધ્રા, થાન, ચુડા, મુળી, ચોટીલા,  હળવદ, પ્રજ્ઞાચક્ષુ સુરેન્દ્રનગર, કર્ણાવતી વઘાડા, વસંતરાય ઉપાધ્યાય-હળવદ તથા સ્વનિર્ભર ઔદ્યોગીક તાલીમ કેન્દ્રો-ગુજરાત ટ્રેનીંગ સેન્ટર વઢવાણ/સાયલા, જીવનજ્યોત વાઘેલા, અવંતીકા નવલગઢ, સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ-લખતરમાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૦ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે.

જે અન્વયે આ બેઠકો ભરવાની ત્રીજા રાઉન્ડની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાની ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ ખાતે શરૂ થનાર છે. જેમાં પ્રવેશ ફોર્મ ITI ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ ૧૯ ઓક્ટોબર -૨૦૨૦, જે તે સંસ્થા ખાતે મેરીટ લીસ્ટ પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૦  ઓક્ટોબર-૨૦૨૦ તેમજ જે તે સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહીની તારીખ ૨૧ થી ૨૩ ઓક્ટોબર -૨૦૨૦ રહેશે.

loading…

પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઉક્ત સંસ્થાઓ ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન  https:/itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂપિયા ૫૦ રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી સજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ, રજસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ સહીત સબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે તેમ વધુમાં જણાવાયું છે.