Sushant 4

Sushant case: બોમ્બે હાઇકોર્ટે સુશાંતની બહેન પ્રિયંકા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો…!

Sushant case

બોલિવુડ ડેસ્ક, 16 ફેબ્રુઆરી: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરે ઘણા મહિનાઓ વીતી ગયા છે. પરંતુ હજી આ કેસ(Sushant case)નો અંત આવ્યો નથી. પરંતુ સુશાંતના કેસને લઇ નવા નવા ખુલાસા થાય છે. સુશાંત સિંહ રાજપૂતની બહેનો દ્વારા દાખલ અરજી પર બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે.

આજે એટલે કે મંગળવારે બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મીતુસિંહ વિરુદ્ધના કેસને ફગાવી દીધો છે, જ્યારે પ્રિયંકા સિંહ વિરુદ્ધ આગળની કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, જેની સામે તેણે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશીંદે ખુશી વ્યક્ત કરી છે. વકીલે કહ્યું કે અમે કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ છીએ. એવું લાગે છે કે રિયા ચક્રવર્તીની સચ્ચાઈ અને ન્યાયની માંગ સફળ થઈ છે.

Whatsapp Join Banner Guj

સુશાંત કેસ અંગેનો આદેશ જસ્ટિસ એસ.એસ. શિંદે અને એમ.એસ. કર્ણિકની ખંડપીઠે આપ્યો છે. કોર્ટે પ્રિયંકા સિંહ વિરુદ્ધ પ્રથમદર્શી કેસનો મામલો મળ્યો છે. સાથે જ કહ્યું હતું કે તેમની સામેની તપાસમાં કોઈ અવરોધ ઊભો થવો જોઈએ નહીં. ન્યાયમૂર્તિ શિંદે 7 જાન્યુઆરીના ચુકાદાને સંભળાવતા મૌખિક નિરીક્ષણ પણ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે તેમના (સુશાંત રાજપૂત) ચહેરા પરથી, કોઈ વ્યક્તિ શોધી શકે છે કે તે નિર્દોષ, શાંત અને ખૂબ જ સારો વ્યક્તિ હતો. એમએસ ધોનીમાં તેમની વિશેષ ભૂમિકાને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી.

નોંધનીય છે કે, સુશાંતના મોતની તપાસ દરમિયાન એક ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું. જેને પગલે બોલિવૂડની મોટી હસ્તીઓનાં નામ પણ આ કેસ સાથે જોડાયેલાં હતાં. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં અત્યાર સુધી 31 લોકોની ધરપકડ કરી છે. રિયા ચક્રવર્તીની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તે જામીન પર બહાર છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Vasant panchmi 2021: તમે જાણો છો, વસંત પચંમીના રોજ સરસ્વતી માતાની પૂજા કેમ થાય છે?