Door to door campaigning JMC

Door to door campaigning: જામનગર વોર્ડ 2 ના ભાજપના ઉમેદવારો માટે રાજ્યમંત્રી જાડેજાએ કર્યો ડોર ટુ ડોર પ્રચાર

Door to door campaigning

Door to door campaigning:વોર્ડ નંબર બે ના ભાજપ ના ચારેય ઉમેદવારો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન જગતભાઈ રાવલ અને કૃપાબેન રબારી ને મત આપવા માટે ખુદ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા લોક સંપર્ક કર્યો હતો

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૬ ફેબ્રુઆરી:
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મુખ્ય રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર બે ના ભાજપ ના ચારેય ઉમેદવારો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન જગતભાઈ રાવલ અને કૃપાબેન રબારી ને મત આપવા માટે ખુદ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા લોક સંપર્ક કર્યો હતો

Whatsapp Join Banner Guj

રાંદલ નગર પુનિત નગર મચ્છર નગર વગેરે વિસ્તારોમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ડોર ટુ ડોર લોકોનો સંપર્ક કરી અને વોર્ડ નંબર 2ની ભાજપની પેનલના ચારેચાર ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે અપીલ કરતા નજરે પડ્યા હતા

Door to door campaigning

Door to door campaigning: આ પ્રસંગે વિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે વોર્ડ નંબર 2 ના ચાર ઉમેદવારોને બહોળી લીડ થી વિજેતા બનાવવા માટે સંકલ્પ કર્યો હતો

આ પણ વાંચો…Sushant case: બોમ્બે હાઇકોર્ટે સુશાંતની બહેન પ્રિયંકા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો…!