Sushant 4

Sushant case: સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સની લત લગાડનારા વ્યક્તિની ધરપકડ, જાણો કોણ છે તે?

સુંશાત કેસ(sushant case) વિશે ખુલાસો, ડ્રગ્સની લત લગાડનારા વ્યક્તિને નોકરી પરથી પણ કાઢી મુક્યો હોવાનું NCBએ જણાવ્યું

Sushant 4

બોલિવુડ ડેસ્ક, 04 ફેબ્રુઆરીઃ સુશાંત સિંહના મોત મામલે અનેક એજન્સીઓ તપાસ કરી રહી છે. હવે સુશાંત કેસ(sushant case)મામલે ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી NCB એ ઋષિકેશ પવાર નામના એક શખ્સની ધરપકડ કરી લીધી છે કે જે સુશાંતની કંપનીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો હતો. આ અંગે NCB એ નિવેદન આપતા જણાવ્યું કે, “આ એ જ યક્તિ છે કે, જેને સુશાંત સિંહને ડ્રગ્સ આપવાની આદત પડાવી હતી. જો કે બાદમાં સુશાંતે તેને કામ પરથી તગેડી મૂક્યો હતો.’

નોધનીય છે કે, સુશાંત કેસ(sushant case) અંગે NCB એ જે ઋષિકેશ પવાર નામના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ધરપકડ કરી છે તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સની આદત લગાવવામાં ઋષિકેશની ભૂમિકા મુખ્ય છે. ઋષિકેશે જ સુશાંતને ગાંજો અને હશીશ લાવી આપતો હતો. લોકડાઉનમાં સુશાંત સિંહને ત્યાં કામ કરનાર દિપેશ સાવંત ઋષિકેશ પાસેથી જ ગાંજો મંગાવતા હતાં. NCB ને ઋષિકેશના લેપટોપમાંથી અનેક પ્રકારની ડ્રગ્સની તસવીરો મળી આવી છે.

Whatsapp Join Banner Guj

મહત્વનુ છે કે, પવાર વર્ષ 2018થી લઇને 2019 સુધી સુશાંત સિંહ સાથે તેની કંપની ડ્રીમ પ્રોજેક્ટમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે પરંતુ પવારના ખોટા વર્તનને કારણે સુશાંત સિંહે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. NCB એ આ મામલે અત્યાર સુધીમાં 30 લોકોની ધરપકડ કરી છે. NCB એ ઋષિકેશ પવારને કોર્ટમાં રજૂ કર્યો હતો. NCB એ તેને ડ્રગ્સ મામલે મુખ્ય સૂત્રધાર ગણાવી કોર્ટ પાસેથી કસ્ટડી માંગી છે. ત્યારે આ મામલે NCB ને એવી આશા છે કે, ઋષિકેશની પૂછપરછ બાદ હજુ અનેક લોકોના આમાં નામ સામે આવી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈના બાંદ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાં સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ આ મામલે હજુ પણ પોલીસ તપાસ ચાલી રહી છે કે શું ખરેખર સુશાંતે આત્મહત્યા કરી કે નહીં, તેના વિશે પોલીસ તપાસ કરી રહી હતી. ત્યાર બાદ આ તપાસ NCB પાસે પહોંચી હતી. જેના કારણે ડ્રગ્સની વાત પણ બહાર આવી હતી. ડ્રગ્સના ચક્કરમાં ઘણા બોલિવુડ સ્ટાર્સ અને તેમના સ્ટાફના નામ સામે આવ્યા હતા.

આ પણ વાંચો…

AMC Election: ઉમેદવારોના પ્રથમ લિસ્ટ જાહેર, તેમાં શિક્ષિત નવા 34 ઉમેદવારોને આપ્યુ સ્થાન