IndiaAgainstPropaganda

IndiaAgainstPropaganda: વિદેશી સ્ટાર્સ આવ્યા ખેડૂતોના સમર્થનમાં કર્યો ભારતનો વિરોધ, તો બોલિવુડ સ્ટાર્સ આવ્યા દેશના પડખે

IndiaAgainstPropaganda: અજય, અક્ષય, સુનીલ શેટ્ટી અને કરણ જોહર જેવા સ્ટારે આપ્યું દેશના સમર્થનમાં મહત્વનું નિવેદન

IndiaAgainstPropaganda

બોલિવુડ ડેસ્ક, 04 ફેબ્રુઆરીઃ ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનને લઇને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ દ્વારા ટ્વિટ કરવાની શરૂઆત થઇ છે. આ શરૂઆત પોપ ગાયિકા રિહાના દ્વારા કરવામાં આવી હતી.

રિહાનાના ટ્વિટ બાદ અન્ય ઇન્ટરનેશનલ સેલિબ્રિટી દ્વારા ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યા છે. જેમાં પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, અમેરિકી અભિનેત્રી અમાંડા કેરીની સહિતની હસ્તીઓનો સમાવેશ થાય છે.

આ પ્રકારના ટ્વિટ બાદ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન, સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે ભારત સામેના પ્રોપગેંડાથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. આ તમામ બોલિવૂડ કલાકારોએ #IndiaTogether  #IndiaAgainstPropaganda હેશટેગ સાથે ટ્વિટ કરયા છે.

અક્ષય કુમારે કહ્યું કે ખેડ઼ૂતો આપણા દેશનું મહત્વપૂર્ણ અંગ છે. આ મુદ્દાને લઇને સમાધાનને લઇને પ્રયાસો ચાલી રહ્યા છે. કોઇ અન્ય લોકો દ્વારા મતભેદ ઉભા કરવા પર ધ્યાન આપવાની જગ્યાએ પરસ્પર સમાધાનનું સમર્થન કરવું જોઇએ.

Whatsapp Join Banner Guj

અજય દેવગને ખેડૂત આંદોલનના નામ ઉપર ભારતનો વિરોધ કરનારા લોકોને ચેતવણી આપતા કહ્યું કે તેઓ કોઇ પણ પ્રોપગેંડાનો ભાગ ના બને. તેમણે ટ્વિટ કરીને કહયું કે, ભારત અથવા તો ભારતની નીતિઓના વિરુદ્ધમાં ચાલતા કોઇ પણ પ્રોપગેન્ડાનો ભાગ ના બનો. કોઇ પણ આંતર કલેહ વગર મહત્વનું છે કે આપણે એક બની રહીએ.

સુનીલ શેટ્ટીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણે દરેક વસ્તુને હંમેશા વ્યાપક રીતે જોવી જોઇએ, કારણ કે અરધા સત્ય કરતા વધારે ખતરનાક બીજું કંઇ નથી હોતું. 

કરણ જોહરે પણ ખેડૂત આંદોલન અંગે ટિપ્પણી કરતા કહ્યું છે કે, ‘આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, અને અત્યારના સમયે દરેક વાત ઉપર ધીરજથી કામ લેવાની જરુર છે.  બધાએ એકજૂથ થઇને સમાધાન માટે પ્રયાસો કરવા જોઇએ. ખેડૂતો ભારતની કરોડરજ્જૂ છે. આપણી વચ્ચે કોઇને ભાગલા પાડવાની અનુમતિ આપવી ના જોઇએ.’

આ પણ વાંચો…

Sushant case: સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સની લત લગાડનારા વ્યક્તિની ધરપકડ, જાણો કોણ છે તે?