Teachers demand

Teachers demand: શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીની હાજરીમાં સંયુક્ત બેઠક બોલાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની માંગ

Teachers demand: પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે નાણામંત્રી તથા શિક્ષણમંત્રી સમક્ષ, નાણા તથા શિક્ષણ વિભાગના અધિકારીની હાજરીમાં સંયુક્ત બેઠક બોલાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની માંગ

ગાંધીનગર, ૧૫ ડિસેમ્બર: Teachers demand: નાણામંત્રી કનુભાઇ દેસાઇ, શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી (રાજ્યકક્ષા) કિર્તીસિંહ વાઘેલા ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો એ રૂબરૂ મુલાકાત કરી શિક્ષકોના નાણાવિભાગ સાથે જોડાયેલા તેમજ શિક્ષણ વિભાગના પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ અંગે નાણાવિભાગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની સંયુક્ત બેઠક બોલાવવા માટે માંગ કરવામાં આવી.

આ અગાઉ બેઠક માટે સમય ફાળવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું તેનું પુનઃસ્મરણ કરાવવામાં આવ્યું. આગામી દિવસોમાં આ બેઠકનું આયોજન થશે એવું માન.શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સાહેબે જણાવ્યું હતુ એચ.ટાટ. મુખ્ય શિક્ષકોના પડતર પ્રશ્નો બદલી ના નવા નિયમો 100% છુટા કરવા બાબત વધઘટ ના કેમ્પ કરવા બાબત પ્રવાસી શિક્ષકની ફાઈલ મુખ્યમંત્રી ની સહી માં છે.

આ પણ વાંચો: Exam Paper leak: રાજયમાં યોજાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક તપાસનો દોર શરૂ

સરકારી શાળામાં વર્ગ વધારાની ફાઈલ એક શાળાની શરતચૂકથી બાકી હતી તે કમિશનર મંજૂરી માટે મુકેલ છે તથા ઇન્ડેક્સ નંબર ફાળવવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ નો સંપર્ક થયેલ છે.

Whatsapp Join Banner Guj