એક્ટરની મુશ્કેલીમાં થયો વધારો, BMCએ સોનુ પર કર્યો કેસ

Sonu sood edited

મુંબઇ, 07 જાન્યુઆરીઃ કોરાનાકાળમાં રિયલ હિરો બનેલો સોનુ આજે ફરી મુસીબતમાં પડ્યો છે. તાજેતરમાં જ બીએમસીએ સોનુ સૂદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.  બીએમસીએ આરોપ લગાવ્યો છે કે 6 માળના રહેણાંક બિલ્ડિંગને હોટલમાં ફેરવી દેવાઈ છે. બીએમસીનું કહેવું છે કે એક્ટરે કોઈ પણ જરૂરી પરમિશન વગર આવું કર્યું છે. 

Whatsapp Join Banner Guj

BMCએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, સોનુ સૂદ વિરુદ્ધ મહારાષ્ટ્ર રીઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ એક્શન લેવાવું જોઈએ. બીએમસીએ સોનુ સૂદ પર ઈમારતના ભાગને વધારવા, બદલાવ કરવા અને ઉપયોગમાં ફેરફાર કરવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી છે. આ મામલે સોનુ સૂદની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે તેમણે પહેલેથી બીએમસી પાસેથી યૂઝર ચેન્જ કરવા માટે પરમિશન લીધી હતી. તેઓ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીથી પરિમિશન મળવાની રાહ જોઈ રહ્યા હતા. 

BMCએ 4 જાન્યુઆરીના રોજ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં કહેવાયું છે કે સોનુ સૂદે એબી નાયર રોડ પર સ્થિત શક્તિ સાગર બિલ્ડિંગને પરમિશન વગર જ હોટલમાં ફેરવી દીધી છે. બીએમસીનું કહેવું છે કે શક્તિ સાગર બિલ્ડિંગ એક રહેણાંક બિલ્ડિંગ છે. બીએમસીએ તેના કોમર્શિયલ હેતુથી ઉપયોગ કરવાની વાતને ખોટી ઠેરવી છે. 

બીએમસીએ કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે સોનુ સૂદએ જમીનના ઉપયોગમાં ફેરફાર કર્યો છે. જેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત નિર્ધારિત પ્લાનથી અલગ હટીને નિર્માણ કરતા રહેણાંક ઈમારતને રેસિડેન્શિયલ હોટલ બિલ્ડિંગમાં ફેરવી દેવાઈ છે. આ માટે તેમણે ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરી મેળવી નથી. આ ઉપરાંત નિર્ધારિત પ્લાનથી અલગ હટીને નિર્માણ કરાવતા રહેણાંક ઈમારતને રેસિડેન્શિયલ હોટલ બિલ્ડિંગમાં ફેરવી દેવાઈ છે. આ માટે તેમણે ઓથોરિટીથી જરૂરી મંજૂરી પણ મેળવી નથી. 

Whatsapp Join Banner Guj

બીએમસીનો આરોપ છે કે સોનુએ નોટિસને અવગણી છે. સિવિક ઓથોરિટીએ કહ્યું કે નોટિસ મળ્યા બાદ પણ તેઓ ગેરકાયદેસર રીતે નિર્માણ કરતા રહ્યા. બીએમસીએ કહ્યું કે આરોપીએ મહારાષ્ટ્ર રીજન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટની સેક્શન 7ને ફોલો કરી નથી. આમ કરવું દંડનીય અપરાધ છે. બીએમસીએ પોલીસને આગ્રહ કર્યો છે કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે. 

અધિકારીઓનું કહેવું છે કે બીએમસી તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસ વિરુદ્ધ સોનુ સૂદે મુંબઈ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલે તેમને વચગાળાની રાહત નહતી મળી. કોર્ટે સોનુને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. બીએમસીનું કહેવું છે કે કોર્ટ તરફથી અપાયેલો સમય વીતી ગયો છે. આથી હવે આ ફરિયાદ નોંધવામાં આવી છે. 

આ પણ વાંચો…

અમેરિકાની તંગી પર PM નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ચિંતા, આપ્યું મહત્વનું નિવેદન