સોમનાથ મંદિર નીચે 3 માળની ઇમારત હોવાનો પુરાત્તત્વ વિભાગનો દાવો, વાંચો સંપૂર્ણ અહેવાલ

1588060976099 IMG 9397

ગાંધીનગર, 30 ડિસેમ્બરઃ 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા સોમનાથ મહાદેવ મંદિરની એકદમ નીચે ત્રણ માળની ઈમારત હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં થયો છે.આઈઆઈટી ગાંધીનગર અને પુરાતત્વ વિભાગ દ્વારા 2017માં થયેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યુ હતું કે, દેશના કરોડો લોકોની આસ્થાના પ્રતિક એવા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં એક ત્રણ માળની l આકારની ઈમારત જમીનની નીચે દબાયેલી છે.

વર્ષ 2017માં સોમનાથ મંદિર ટ્રસ્ટની મીટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રભાસ પાટણ અને સોમનાથમાં પુરાત્તત્વનું અધ્યયન કરવાનો સૂઝાવ આપ્યો હતો. આ સૂઝાવ દરમિયાન આઈઆઈટી ગાંધીનગર અને પુરાત્તત્વ વિભાગે ઈતિહાસના પન્ના ફેરવતા કેટલીય રહસ્યમય જાણકારી સોમનાથ ટ્રસ્ટને આપી છે. આઈઆઈટી ગાંધીનગરે આ રિપોર્ટ સોમનાથ ટ્રસ્ટને આપી છે.

whatsapp banner 1

સોમનાથ મંદિરના મેનેઝર વિજય ચાવડાનું કહેવુ છે કે, આ રિપોર્ટ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય સોમનાથના ઈતિહાસને ખંગાળવાનો છે. આ રિપોર્ટમાં સોમનાથ અને પ્રભાસ પાટણના કુલ 4 વિસ્તારોમાં જીપીઆર ઈન્વેસ્ટિગેશન કરવામાં આવ્યુ, જેમાં ગોલોકધાન, સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી ઓળખાતા મેન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂની આસપાસની જગ્યાઓની સાથે બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે.

આ અંગેનો 32 પાનાનો એક રિપોર્ટ નક્શા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રભાસ પાટણ, સોમનાથના ગોલોક ધામમાં આવેલા ગીતા મંદિરના આગળ ભાગને લઈને હિરણ નદીના કિનારા સુધી થયેલા સર્વેમાં ભૂગર્ભની અંદર એક પાક્કિ ઈમારત હોવાની વાત સામે આવી છે. સાથે જ દિગ્વિજય દ્વારથી સરદાર પટેલ સ્ટેચ્યૂની પાસે પાક્કા કંસ્ટ્રક્શન મળ્યા છે, જેને અગાઉથી હટાવી દેવામાં આવ્યા છે.

અહીં ભૂગર્ભમાં ત્રણ માળની ઈમારત હોવાની વાત સામે આવી છે, જેમાં પહેલો માળ અઢી મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ 7.30 મીટરની ઉંડાઈમાં છે. હાલમાં સોમનાથ આવતા લોકોની જ્યાં સિક્યોરિટી ચેક કરવામાં આવે છે, ત્યાં અન્ય એક ઈમારત હોવાની વાત પણ સામે આવી છે.

whatsapp banner 1

આઈઆઈટી ગાંધીનગરના એક્સપર્ટના જણાવ્યા અનુસાર 5 કરોડથી પણ વધારેના ખર્ચાથી અહીં મોટા મોટા મશીન લગાવામાં આવેલા જેમાં અલગ અલગ વિસ્તારોમાં મશીન દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતું. મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કર્યો હતો, આ જ જગ્યા પર 2 મીટરથી લઈને 12 મીટર સુધી જીપીઆર ઈન્વેસ્ટિગેશન કરવામાં આવ્યુ હતું. જે જમીન નીચે વાઈબ્રેશન આવી રહ્યુ હતું. તે વાઈબ્રેશનનું સ્ટડી કરીને એક્સપર્ટે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો.

વેરાવળ સ્થિત આવેલા સોમનાથ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવે કર્યુ હતું. ઋગ્વેદ, સ્કંદપુરાણ અને મહાભારતમાં આ મંદિરની મહિમા વર્ણવામાં આવી છે. અત્યંત વૈભવશાળી સોમનાથ મંદિરને ઈતિહાસમાં કેટલીય વાર ખંડિત કરવામાં આવ્યુ, પણ વારંવાર તેનું પુનનિર્માણ કરીને સોમનાથના અસ્તિત્વને ખતમ કરવાની કોશિશ નાકામ થઈ છે.

આ પણ વાંચો…

થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન પર અમદાવાદ પોલીસની બાજ નજર, 9 વાગ્યા બાદ બહાર નીકળ્યા તો થશે દંડ