Ambaji Temple night

અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય પણ મંદિર ચાલુ રહેશે

દર્શન આરતી ના સમય માં ફેરફાર

Ambaji Temple night

અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. પણ મંદિર ચાલુ રહેશે જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રી ના દિવસો માં માતાજી ના દર્શન નો લાભ લઈ શકશે….

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, 10 ઓકટોબર: નવરાત્રી મહોત્સવ ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્ર્વ ભર માં ગરબા રમાય છે તેવી માં અંબા ના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય હાલ મા3 કોરોના ની મહામારી ના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજી માં ચાચર ચોક માં ગરબા રમી નહી …શકાશે આગામી તારીખ 17 ઓકટોમ્બર થી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે પણ મંદિર ચાલુ રહેશે જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રી ના દિવસો માં માતાજી ના દર્શન નો લાભ લઈ શકશે

તા.17 ઓકટોબર ના નવરાત્રી ના પ્રથમ દિવસે નીજ મંદિર માં ઘટ સ્થાપના પણ કરાશે નવરાત્રી દરમ્યાન યાત્રીકો ને સરળતાથી દર્શન થઈ શકે તેમાટે દર્શન આરતી ના સમય માં પણ ફેરફાર કરાશે ઘટસ્થાપન આસો સુદ એકમ ના 17 ઓકટોબરે શનિવાર ના સવારે 8.15 કલાકે શરુ કરવા માં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી રોજ સવાર ની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 8.00 કલાકે થશે જ્યારે નવરાત્રી થી

અંબાજી મંદિર માં પણ દર્શન આરતી ના સમય માં ફેરફાર કરવા માં આવેલ છે જે આ મુજબ છે

  • સવારે આરતી—7.30 થી 8.00
  • સવારે દર્શન – 8.00 થી 11.30
  • બપોરે દર્શન- 12.30 થી 4.15
  • સાંજે આરતી- 6.30 થી 7.00
  • જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે

હાલ માં કોરોના ની મહામારી ના કારણે સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે ચાચર ચોક માં ગરબાનો કાર્યક્રમ યોજાશે નહી અને મંદિર માં આરતી ના દર્શન નો લાભ યાત્રીકો ને મલી શકશે નહી તેમ અંબાજી મંદિર માં મુખ્ય પુજારા અને ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યા એ જણાવ્યુ હતુ

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *