IMG 20220621 WA0045 e1655812255954

Yoga day in ambaji: શક્તિપીઠ અંબાજી ખાતે મંદિરનાં ચાચરચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોગાસન કરવામાં આવ્યા

Yoga day in ambaji: બનાસકાંઠાના ભાજપા સાંસદ પરબતભાઈ પટેલએ કાર્યક્રમને દીપ પ્રગટાવી ને શરુ કરાવ્યો

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૨૧ જૂન: Yoga day in ambaji: 21 મી જુન ને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર રાજ્ય ભર માં અનેક સ્થળે યોગના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ખાસ કરી ને આઝાદીના 75 વર્ષ ને લઈ રાજ્ય ના 75 મોટા સ્થળો ઉપર યોગ ના વિશેષ કાર્યક્રમો યોજવામાંમ આવ્યા હતા જેમાં શક્તિપીઠ અંબાજી ખાતે પણ મંદિર નાં ચાચરચોકમાં આ વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે યોગાસન કરવામાં આવ્યા હતા.

IMG 20220621 WA0044 1

અહીં બનાસકાંઠાના ભાજપા સાંસદ પરબતભાઈ પટેલએ કાર્યક્રમને દીપ પ્રગટાવી ને શરુ કરાવ્યોને સૌ પ્રથમ રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યોગ ને લઈ ઉદ્બોદન સાંભળ્યું હતું ને ત્યાર બાદ તજજ્ઞો દ્વારા યોગ કરાવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.

જેમાં સંસદ સભ્ય પરબતભાઇ પટેલ સહીત અંબાજી મંદિર સ્ટાફ પોલીસ, GISF ,આરોગ્ય ,હોમગાર્ડ સહીત અંબાજી ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહીત બાળકો પણ આ યોગ દિવસ માં જોડાઈને માં અંબા ના ચાચરચોક માં યોગ કર્યા હતા અને આ સમય કોઈ ની શારીરિક સ્વસ્થ બગડે તો તેના માટે આરોગ્ય ની ટીમ પણ ચાચરચોક માં ઉપસ્થતિ રખાઈ હતી.

આ પણ વાંચો: CM approval for works of dindrol mukteshwar reservoir pipeline: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીંડરોલ મુક્તેશ્વર જળાશય પાઈપલાઈનના ૧૯૨ કરોડના કામોને આપી મંજૂરી

અંબાજી ખાતે મંદિર ના ચાચરચોક માં યોજાયેલા આ યોગ દિવસ ની ઉજવણી માં દર્શાનર્થે આવેલા યાત્રિકો પણ જોડાયા હતા જોકે આ યોગ ને લઈ ઋષિ મુનિઓ કામ કરી રહ્યા છે અને યોગ ને વિશ્વના 139 દેશો એ પણ માન્યતા આપ્યા બાદ 21 જૂન ને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

ખાસ કરીને હાલ ના સમય માં દોડધામ વાળી સાથે માનસિક તણાવ ભરી  જિંદગીમાં યોગ કરવાથી મનુષ્ય માનસિક શાંતિ અને તણાવ મુક્ત બને છે જેને લઈ લોકો એ 365 દિવસ યોગ કરવા જોઈએ જેથી કરીને સ્વસ્થ શરુ રહેતા નિરોગી જીવન જીવી શકાય અને ખાસ કરી ને ધર્મ ભક્તી સાથે યોગ નુ પણ તેટલુજ મહત્વ હોવાથી આ યોગ નો કાર્યક્રમ અંબાજી મંદિર ના ચાચર ચોક માં આયોજીત કરવા માં આવ્યો હતો.

Gujarati banner 01