Tiranga yatra canada USA

Tiranga yatra: સાત સમંદર પાર હર હર ભોલેનાથના નાદ સાથે જોવા મળશે ભારતીય સંસ્કૃતિની ઝલક

Tiranga yatra,

એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે નીકળનારી આ યાત્રા (Tiranga yatra) ભગવાન ભોળાનાથની આરાધના અને મા ભારતીની દિવ્ય વંદનાથી શરૂ થશે.

કેનેડા, ૧૧ માર્ચ: Tiranga yatra: મહાશિવરાત્રીની ભારતભરમાં ભક્તિભાવથી ઉજવણી થાય છે. દિવસભર શિવાલયોમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેનો નાદ ગુંજે છે. કંઈક આવા જ દ્રશ્યો કેનેડામાં જોવા મળશે. જેમાં ધર્મ અને દેશ પ્રત્યેની ભક્તિનાં દર્શન થશે. કેનેડામાં ભારતીય મલ્ટીકલ્ચરલ હેરિટેજ સોસાયટી (BMHS) તરફથી એક ખાસ આયોજન કરાયું છે.

ADVT Dental Titanium

મહાશિવરાત્રીની ઉજવણીના ભાગરૂપે કેનેડામાં એક વિશાળ તિરંગા યાત્રા (Tiranga yatra) નીકળશે. આ ઈન્ડો-કેનેડિયન તિરંગા યાત્રાનો ઉદ્દેશ શાંતિ, સદભાવ અને એકતા છે. 14 માર્ચે કેલગરી ખાતે તિરંગા યાત્રા નીકળશે. ઉપરાંત 27 માર્ચે એડમોન્ટનમાં પણ કેનેડામાં વસતા ભારતીયો હર હર મહાદેવ અને જય હિન્દ-જય ભારત સાથે તિરંગા લહેરાશે.

એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે નીકળનારી આ યાત્રા ભગવાન ભોળાનાથની આરાધના અને મા ભારતીની દિવ્ય વંદનાથી શરૂ થશે.

કેનેડામાં વસતા દરેક ભારતીયને આ તિરંગા યાત્રામાં (Tiranga yatra)જોડાવા આયોજકો તરફથી અપીલ કરાઈ છે. તિરંગા યાત્રા દરમિયાન કોવિડ-19ની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન થશે. સાથે જ યાત્રાના કારણે રોડ પર અન્ય વાહન ચાલકો કે રાહદારીઓને મુશ્કેલી ન પડે એ માટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાશે.

Whatsapp Join Banner Guj

તિરંગા યાત્રામાં જોડાવા. https://forms.gle/3dcyrUW4YSatJ9Le7

આ યાત્રાનુ વધુ વિગતો માટે tiranga.yatra@shaw.ca પર સંપર્ક કરી શકાશે.

આ પણ વાંચો…મહાશિવરાત્રી ના પાવન પર્વ પર કરો 12 જ્યોતિર્લિંગ (Jyotirlinga)ના દર્શન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *