Sewa sadan Rajpipla

નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતો ને. પંદરમાં નાણાં પાંચ ની ગ્રાન્ટ નહિ મળતા વિકાસ કામો અટવાયા

Sewa sadan Rajpipla 3
સરપંચ પરિષદે કલેકટર ને. આવેદનપત્ર. આપ્યું.

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૭ ડિસેમ્બર: નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15માં નાણા પંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસ ના કામો આજ દિન સુધી ચાલુ કરવા માટે વહીવટી મંજૂરી મળી નથી અને 15માં નાણાપંચ બાબતે જવાબદાર અધિકારી શ્રી ઓ સાથે વાતચીત કરતા જાણવા મળે છે કે ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ વપરાશ માટે સરકારશ્રી તરફથી કોઈપણ પ્રકારની guideline મળેલ નથી,જે અંગે સરપંચ પરિષદ ના નિરંજનવસાવા ની આગેવાની આજે કલેકટ નર્મદા ને આવેદન આપવા માં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ 15 માં નાણાં પંચ ની ગ્રાન્ટમાંથી પીવાના પાણી ને લગતા કામો માં નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ દેખતા છુટી છવાઈ વસ્તી હોય બોર વીથ મોટર તથા હેડપંપ તથા મીની પાણી પુરવઠા નો સમાવેશ કરવો,

Sewa sadan Rajpipla

15 મા નાણાપંચ માં નાણાકીય વહીવટી ડિજિટલ એકાઉન્ટ થી નક્કી કરેલ છે પરંતુ જેના સંદર્ભે આજદિન સુધી ગુજરાતના કોઇપણ જિલ્લા કે તાલુકામાં સરપંચો અને તલાટીશ્રી ઓને કોઈ પણ ટ્રેનિંગ કે તાલીમ આપવામાં આવેલ નથી તેમજ આ બાબતે કોઈ માહિતગાર કરવામાં આવેલ નથી જેથી આ 15 માં નાણાપંચ ની નાણાકીય કામગીરી 14માં નાણાપંચની ગાઇડલાઇન મુજબ કરવાની રહેશે, 15 મા નાણાપંચ ની કામગીરીમાં ગ્રામ પંચાયત તેની મુખ્ય એજન્સી રહેશે,
નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આદેશ અનુસાર જે તે ગ્રામપંચાયતો મારફતે શૌચાલયો સમયસર બનાવી દેવામાં આવ્યા છે અને વ્યક્તિગત લાભાર્થી મારફતે પણ શૌચાલયો બનાવી દેવામાં આવ્યા છે પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી સદર કામ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી

Sewa sadan Rajpipla 2

આ ઉપરાંત નર્મદા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત પણ વ્યક્તિગત લેબર ના કામો તથા મટીરીયલ વિકાસના કામોની પણ વહીવટી મંજૂરી. આપવામાં આવી નથી મનરેગા યોજના અંતર્ગત મટીરીયલ વિકાસના કામોને એક વ્યક્તિ ને લાભ મળે એ હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ ને ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છેજેનો પણ વિરોધ કરવા માં આવ્યો છે અને ગુજરાતના અન્ય જિલ્લામાં તાલુકા લેવલથી ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે માત્ર નર્મદા જિલ્લામાં જ જિલ્લા લેવલથી ઈ-ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે

whatsapp banner 1

જેના સંદર્ભમાં નર્મદા જિલ્લાની સ્થાનિક એજન્સી મારફતે અમદાવાદ હાઈકોર્ટ માં કેસ દાખલ કરવામાં આવ્યો છે જેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે રાબેતા મુજબ વિકાસ ના કામો ગ્રામ પંચાયતો માં ચાલુ કરાવવા અને ગુજરાત પેટર્ન,એટીવીટી જેવી વિવિધ સરકાર શ્રીની યોજનાઓ વિકાસના કામો ના મુદ્દાઓને ધ્યાનમાં લઇ આગળની ઘટતી કાર્યવાહી કરી વહેલી તકે સુખદ નિરાકરણ આવે એવી માંગણી સરપંચ પરિષદ તરફ થી કરવા માં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *