JMC Mask Distribute 4

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે પર જામનગરમાં અનોખી રીતે કરવામાં આવી ઉજવણી

JMC Mask Distribute 4

જામનગર,૧૯ ઓગસ્ટ:સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે, આજના દિવસે ફોરીગ્રાફી સાથે સંકળાયેલા લોકો અનેકવિધ કાર્યોકર્મો દ્વારા આ દિવસની ઉજવણી કરે છે ત્યારે જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન જે છેલ્લા ૪૬ વર્ષોથી ફોટોગ્રાફી શેત્રે કાર્યરત છે તેના દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

JMC Mask Distribute 3

કોરોના ની મહામારીને લીધે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ની રંગેચંગે ઉજવણી શક્ય ના હોઈ જામનગરના ફોટોગ્રાફરો એ આજના દિવસે કોરોનાના સક્રમણથી બચવા ખાસ વિનામૂલ્યે ૧૫૦૦ માસ્ક નું બેડી ગેઇટ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોનાથી બચવા સોસિયલ ડિસ્ટન્સ જાણવા અપીલ કરવામાં આવી હતી

JMC Mask Distribute

જામનગર ફોટોગ્રાફર્સ એસોસિએશનના આ નવતર ઉજવણીમાં પ્રમુખ પંકજભાઈ ભટ્ટ, મંત્રી સંદીપ દોશી, પૂર્વ પ્રમુખ જગત રાવલ, જયેશ નાખવા, હારીત જોશી, પ્રવિણસિંહ વાઢેર, ચિંતન સોલંકી, દીપેન મિસ્ત્રી, વનરાજસિંહ ચૌહાણ, દીપેશ સોલંકી અને દિપક લાખાણી સહિત ના સદસ્યો ઉપસ્થિત રહી શહેરીજનોને માસ્ક વિતરણ કર્યું હતું.

JMC Mask Distribute 2

રિપોર્ટ:જગત રાવલ,જામનગર