આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ૩ આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ ૫ કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

ગાંધીનગર,૧૨ જુલાઈ ૨૦૨૦

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ 5 ડૉ.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

img 20200318 wa00053132162631642383222


રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 61.75 કરોડ રૂપિયા ના કુલ ખર્ચે આ નવા સંકુલો નિર્માણ પામ્યા છે


મુખ્યમંત્રીશ્રી આ ઇ- લોકાર્પણ અન્વયે અનુસૂચિત જાતિ ની દીકરીઓ માટે વડોદરા જિલ્લામાં 1 તેમજ આણંદના બાકરોલ માં 1 એમ બે આદર્શ નિવાસી કન્યાશાળા તથા નવસારીના જલાલપોર માં વિકસતી જાતિઓની દીકરીઓ ના અભ્યાસ આવાસ માટે 1 આદર્શ નિવાસી કન્યાશાળા ખુલ્લી મૂકશે.
રાજ્ય ના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે સરકારી છાત્રાલય તેમજ આદર્શ નિવાસી શાળાની યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મારફતે શરૂ કરવામાં આવેલી છે
શ્રી વિજય ભાઈ રૂપાણી આ યોજના અંતર્ગત જે 5 ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય ના લોકાર્પણ સોમવારે કરવાના છે તેમાં અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર જિલ્લામાં 1 અને આણંદ ના બાકરોલમાં એક પી.જી હોસ્ટેલ સહિત 4 અને ભાવનગર ના મહુવામાં વિકસતી જાતિ ના છાત્રો માટે 1 છાત્રાલય નો સમાવેશ થાય છે.
આ નવ નિર્મિત સંકુલોમાં 1200 વિદ્યાર્થી વિદ્યાર્થિની ને રહેવા જમવા અને અભ્યાસ ની સગવડ મળશે.
રાજ્યમાં હાલ 61 આદર્શ નિવાસી શાળાઓ અને 143 સરકારી છાત્રાલયોમાં અનુસૂચિત જાતિના 7002 અને વિકસતી જાતિના 7771 મળી સમગ્રતયા 14773 છાત્રો ને સરકાર વિના મૂલ્યે આવાસ અભ્યાસ અને ભોજન સુવિધા આપી રહી છે
એટલું જ નહિ, અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ એક જ છત નીચે રહીને અભ્યાસ કરી શકે તે હેતુસર બનાવવામાં આવેલા 18 સમરસ છાત્રાલયો માં 12500 વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે