trafficpolice 1665750737498 1665750737741 1665750737741

Traffic Police Drive: ટ્રાફિકના નિયમો તોડ્યા એટલે દંડ પાક્કો, વાહન થશે પોલીસ સ્ટેશનમાં જમા

Traffic Police Drive: રાજ્યમાં એક માસ સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 25 જુલાઈઃ Traffic Police Drive: ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા બાદ રાજ્યમાં એક માસ સુધી ઓવર સ્પીડ સહિતનાં ટ્રાફિક નિયમ અંગે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવાની કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસ દ્વારા સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે. રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવનાં આદેશ આપ્યા છે.

હાઇવે એક સ્પીડ અલગ અલગ. અમદાવાદના SG હાઈવે પર સ્પીડ લિમિટ અલગ અલગ જોવા મળી રહી છે. જેના કારણે વાહન ચાલકો અસમંજસમાં હોય છે અને અકસ્માતની વણઝાર લાગે છે. ત્રણ બ્રિજ પર અલગ-અલગ સ્પીડ લિમિટ થી તંત્રની કામગીરી પર ફરી સવાલ ઉઠ્યાં છે.

ત્રણ બ્રિજ પાર અલગ-અલગ સ્પીડ લિમિટ

ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ વાહનો ની સ્પીડ ને લઇ અનેક સવાલો ઉભા થયા છે ક્યાંક નબીરાઓ ઓવર સ્પીડ માં કાર હંકારે છે તો બીજી તરફ તંત્ર દ્વારા એક જ હાઇવે પર ના ત્રણ બ્રિજ પાર અલગ અલગ સ્પીડ લિમિટ રાખવામાં આવી છે. ત્રણ ઓથોરિટીએ બનાવેલા બ્રિજ પર સ્પીડ લિમિટ અલગ અલગ છે.

અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી પરંતુ

4 માસમાં સ્પીડ ગનથી માત્ર 156 જ ઈ મેમો જનરેટ કરાયા.. નેશનલ અને સ્ટેટ હાઇવે દ્વારા બનાવેલ બ્રિજ પર અલગ અલગ સ્પીડ લિમિટ ને કારણે લોકો ને હાલાકી પડી રહી છે ત્યારે હવે તંત્ર ક્યારે આ પસીડ લિમિટ ને લઇ કામગીરી કરે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો… Healthy Drinks For Skin: શું તમે પણ ચમકદાર સ્કિન મેળવવા માંગો છે! આજથી જ સવારે પીવો આ હેલ્ધી ડ્રિંક્સ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો