mask traffic 1024x683 1 edited

મોટા સમાચારઃ હવે ટ્રાફિકના દંડમાંથી મળશે રાહત, ટ્રાફિક(traffic rules) પોલીસ માત્ર માસ્કનો જ દંડ વસૂલશે…વાંચો આ બાબતે શું કહ્યું રાજ્યમંત્રીએ

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા હાલ પોલીસ(traffic rules) માત્ર માસ્કનો દંડ વસૂલ કરશે

ગાંધીનગર, 22 એપ્રિલઃ કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે, તેવામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લોકોને રાહત આપી છે. રાજ્યના મંત્રી યોગેશ પટેલનો એક પત્ર વાયરલ થયો છે. તે પ્રમાણે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા હાલ પોલીસ(traffic rules) માત્ર માસ્કનો દંડ વસૂલ કરશે. વાહન ચાલકો પાસે અન્ય કોઈ દંડ વસૂલ કરવામાં આવશે નહીં. પરંતુ હજુ આ અંગે રાજ્ય સરકારે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે કહ્યુ કે, આજે મુખ્યમંત્રી સાથે વાત કરી છે. રાજ્યના ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી પોલીસ માસ્ક સિવાયનો દંડ વસૂલ કરશે નહીં. કોરોના કાળમાં માત્ર માસ્ક પહેર્યુ ન હોય તો તેનો દંડ વસૂલ કરવામાં આવશે. 

traffic rules

યોગેશ પટેલે કહ્યુ કે, મહામારીમાં વાહન ચાલકો સામે આરટીઓ નિયમ ભંગના કેસો આવતા હોય છે. આવા સમયે લોકોvs ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે, તેની રજૂઆત કરવામાં આવી છે. યોગેશ પટેલે કહ્યુ કે, હજારો રૂપિયાનો દંડ ભરવાની સાથે આરટીઓમાંથી વાહન છોડાવવામાં દિવસો નિકળી જાય છે અને ત્યાં લોકોની ભીડ થાય છે. મંત્રી યોગેશ પટેલની રજૂઆત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સૂચના આપી છે. પોલીસ હવે લોકો પાસે ખાલી માસ્કનો દંડ વસૂલ કરશે, તેમ યોગેશ પટેલે કર્યુ છે. 

નોંધનીય છે કે, આરટીઓ(traffic rules)માં વાહનના કામ માટે લોકોના ટોળા જોવા મળે છે. તેથી ત્યાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હાલમાં અમદાવાદ વસ્ત્રાલ આરટીઓના 25 જેટલા કર્મચારી સંક્રમિત થયા હતા. હવે આરટીઓમાં લોકોની ભીડ ઓછી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 

traffic rules

આ પણ વાંચો…

IPL 2021: કોરોના સંક્રમણની વચ્ચે મોદી સ્ટેડિયમમાં રમાશે આઇપીએલ મેચ, જાણો વધુ વિગત