rjt yard 1 d

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી, યાર્ડમાં મગફળી-કપાસ સહિતની જણસો પલળી સાથે વાવેલા પાકોને થયુ નુકસાન

rjt yard 1 d
ફાઇલ ફોટો

ગાંધીનગર,11 ડિસેમ્બરઃ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ આ વરસાદને કારણે વિવિધ માર્કેટીંગ યાર્ડમાં રાખેલી વસ્તુઓ પણ પલળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ કારણે ખેડૂતોને નુકશાન જવાની ભીતી પણ છે. બીજી તરફ પાટણ જિલ્લામાં પણ અસર જોવા મળી.પાટણ પંથકમા વહેલી પરોઢે વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે થયેલા માવઠાથી ખેડૂત આલમમા ચિંતા વ્યાપી હતી. પાટણ જિલ્લામાં એરંડા ગાજર ઘઉં રાયડાનું વાવેતર થયું છે. આ પાકોને નુક્સાનની ભીતિ સેવાઇ રહી છે.

whatsapp banner 1

રાજ્યમાં માવઠાના માહોલને કારણે ઉભા પાકની સાથે યાર્ડમાં પણ જણસો પળલી છે. અરવલ્લીના ભિલોડામાં ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી. ગત રાતથી કેન્દ્ર પર મગફળી વેચવા ખેડૂતો લાઇનમાં ઉભા છે. ટ્રેકટર સહિતના વાહનોમાં રહેલી મગફળી પલળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલી બારસોથી વધુ બોરીની મગફળી પણ પલળી ગઇ હતી.

આ પણ વાંચો…

તબીબી સિદ્ધિ : ૪૩૦ ગ્રામ વજન જેટલું ઓછું વજન ધરાવતું બાળક જીવી જવાનો રાજ્યનો પ્રથમ કિસ્સો