H1B visa edited

ભારતીયો માટે સારા સમાચાર, H-1B Visa પરના ટ્રમ્પના નિર્ણયને અમેરિકાની કોર્ટે ફગાવ્યો!

H1B visa edited

અમદાવાદ, 02 ડિસેમ્બર: અમેરિકામાં કામ કરનારા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ખુબ રાહતના સમાચાર છે. ઓક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B Visa કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.

કોરોના વયારસ આવ્યા બાદ આ વર્ષ ઓક્ટોબરમાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B Visa કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને તે નોકરીઓ આપી શકાય છે.

whatsapp banner 1

આ કારણથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા. નવા નિયમો એટલા કડક હતા કે લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને H-1B Visa મળી શકે તેમ નહતા. હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાઈ ગયો છે.

ઉલ્લેખનીય કે, અમેરિકાની સરકાર દર વર્ષે બહારથી આવનારા તમામ ક્ષત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે 85 હજાર H-1B Visa બહાર પાડે છે. જેમાં આઈટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ લગભગ 6 લાખ H-1B Visa હોલ્ડર કામ કરી રહ્યા છે. જેમાંથી મટાભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના વર્કર છે.

કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે H-1B Visa પર ટ્રમ્પના આદેશને રદ કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલને ખોટી ઠેરવી છે.