CM flagoff vadodara marathon

Vadodara Marathon-2023: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો

Vadodara Marathon-2023: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસની મેરેથોન સતત ચાલી રહી છે

  • Vadodara Marathon-2023: વડોદરા મેરેથોન થકી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના સાકાર થઇ રહી છે
  • વડોદરા મેરેથોનમાં સહભાગી થયેલા શહેરીજનોનો ઉત્સાહ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજ રવિવારની વહેલી સવારે વડોદરા મેરેથોનની દસમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો.

વડોદરા, 08 જાન્યુઆરી: Vadodara Marathon-2023: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટ પણે ક્હ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસની જે મેરેથોન સતત ચાલી રહી છે તેમાં જનજન સહભાગી બન્યા છે આ વિકાસમાં વિશ્વાસનું પ્રતિબિંબ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં નરેન્દ્રભાઈ ના નેતૃત્વ ને પ્રચંડ લોક સમર્થનથી જોવા મળ્યું છે. તેનું અમે ઋણ સ્વીકારીએ છીએ. ગુજરાતના વિકાસ પ્રત્યેની અમારી જવાબદારી પણ હવે બમણી થઇ છે એમ તેમણે ઉમેર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી સ્વાસ્થ્ય માટે વડોદરાના શહેરીજનોની આ મેરેથોનમાં ઉત્સાહપૂર્ણ ભાગદારી નિહાળીને મુખ્યમંત્રી અભિભૂત થયા હતા

મુખ્યમંત્રીએ કહ્યું કે, (Vadodara Marathon-2023) વડોદરાના શહેરીજનોનો મેરેથોન પ્રત્યેનો ઉત્સાહ અદમ્ય છે. શિયાળાની આવી ઠંડીમાં હુંફાળી પથારીમાંથી બહાર નીકળવાનું મન ના થાય એવા સમયે આટલી મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લઇ રહ્યા છે, તે વાત જ નાગરિકોની પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યેની ખેવના દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના આવી મેરેથોન દ્વારા સાકાર થઇ રહી છે તેમ પણ મુખ્યમંત્રીએ ક્હ્યું હતું તેમણે આ જ સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આવનારા દિવસોમાં ગુજરાત અને સમગ્ર દેશમાં વધુ વ્યાપક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Vadodara Marathon-2023

મુખ્યમંત્રીએ વડોદરા મેરેથોનની(Vadodara Marathon-2023) ૧૦મી આવૃત્તિનો ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. બેંડની સુરાવલી વચ્ચે મેરેથોન પ્રારંભ થતાંથી સાથે જ મુખ્ય મંચ સામેથી પસાર થઇ રહેલા રમતવીરોએ હર્ષનાદ સાથે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ આ દોડવીરોનું ભાવપૂર્વક અભિવાન ઝીલ્યું હતું વિવિધ શ્રેણીની મેરેથોનનો પ્રારંભ કરાવવાની સાથે તમામ રમતવીરોનું સસ્મીત અભિવાદન ઝીલી મુખ્યમંત્રીએ પોતાના મિતભાષી અને મૃદુ સ્વભાવનો પરિચય આપ્યો હતો.

આ પૂર્વે પૂર્ણ મેરેથોનનો પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવી પોતે પણ મેરેથોનની દોડ લગાવી હતી.

Vadodara Marathon-2023: વડોદરા મેરેથોન સર્વ સમાવેશક પણ બની રહી હતી. આ વખતની મહાદોડ માટે ૬૨ હજાર જેટલા નાગરિકોએ નોંધણી કરાવવાની સાથે દિવ્યાંગોની દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. એસ્થેટિક પગ સાથે પણ કેટલાક રમતવીરો દોડ્યા તો કેટલાક દિવ્યાંગો ટ્રાઇસિકલ, કાંખઘોડી સાથે પણ દોડ્યા હતા. તેમનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય હતો. અબાલ વૃદ્ધ સૌ કોઇ આ મહાદોડમાં સહભાગી બન્યા હતા.

આ વેળાએ મેયર કેયુરભાઇ રોકડિયા, મુખ્ય દંડક બાળુભાઇ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સર્વ યોગેશભાઇ પટેલ, મનિષાબેન વકીલ, ચૈતન્યભાઇ દેસાઇ, અગ્રણી ઉપરાંત કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાની સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:Money earned from flower farming: આ રંગબેરંગી ફૂલ અનેક રોગોના ઈલાજમાં છે રામબાણ, આવી રીતે ખેતી કરીને કમાવો લાખો રૂપિયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો