vadodara student dies in.jpg canada

vadodara student dies in canada: કેનેડાના નેશનલ પાર્કના તળાવમાં ડૂબી જતા વડોદરાના વિદ્યાર્થીનું મોત

vadodara student dies in canada: બુધવારે ટોરેન્ટોની નજીક આવેલા પિકનિક સ્પોટ ઉપર ગયો હતો જ્યાં તળાવાં નહાવા પડયા બાત તે ડૂબી ગયો હતો જ્યારે તેના મિત્રનો બચાવ થયો

વડોદરા, 29 ઓક્ટોબરઃ vadodara student dies in canada: કેનેડામા મિત્રો સાથે પિકનિકમાં ગયેલા વડોદરાના ૨૩ વર્ષના વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જતા મોત થયુ હતુ. વિદ્યાર્થી બે વર્ષથી કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યો છે. વિદ્યાર્થી ગત તા.૨૦ બુધવારે ટોરેન્ટોની નજીક આવેલા પિકનિક સ્પોટ ઉપર ગયો હતો જ્યાં તળાવાં નહાવા પડયા બાત તે ડૂબી ગયો હતો જ્યારે તેના મિત્રનો બચાવ થયો હતો.

વિદ્યાર્થી રાહુલ મખીજાનો પરિવાર વડોદરા(vadodara student dies in canada)માં રહે છે.સાડીનો વેપાર કરતા તેના પિતા સુનિલ મખીજા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે રાહુલ બે વર્ષથી કેનેડામાં રહે છે અને ડીઝિટલ એન્ડ કન્ટેન્ટ માર્કેટિંગનો ટોરેન્ટો ખાતે અભ્યાસ કરતો હતો. ગત તા.૨૦મી ઓક્ટોબર બુધવારે તે તેના અન્ય ૩ મિત્રો સાથે બુ્રસ પેનિનસુલા નેશનલ પાર્કમાં પિકનિક માટે ગયો હતો. જ્યાં રાહુલ અને તેનો અન્ય એક મિત્ર તળાવમાં નહાવા માટે પડયા હતા. દુર્ભાગ્ય એ છે કે રાહુલ તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો એટલે તેના મિત્રએ બૂમાબૂમ કરતા અન્ય બે મિત્રો પણ દોડી આવ્યા હતા અને રાહુલને તળાવની બહાર કાઢ્યો હતો અને સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’ 

‘ખરેખર ત્યાં શું ઘટના બની તે તો અમને જાણ નથી પરંતુ એટલી જાણકારી મળી છે કે તળાવમાં નહાવા પડયા બાદ રાહુલના શરીરમાં પાણી જતુ રહેતા તે બેભાન બની ગયો હતો. તળાવનું પાણી ખુબ ઠંડુ હતુ એટલે આવુ બન્યુ હોય તેવુ માનવામાં આવે છે’ એમ કહેતા સુનિલ મખીજાએ ઉમેર્યુ હતુ કે ‘દિવાળી પહેલા જ અમારા પરિવાર માટે આ વજ્રઘાત સમાન ઘટના છે. અમે રાહુલના પાર્થિવ દેહની છેલ્લા એક સપ્તાહથી રાહ જોઇ રહ્યા છીએ. તંત્ર દ્વારા કહેવામાં આવ્યુ છે કે શુક્રવારે રાત સુધીમાં વડોદરા પહોંચવાની શક્યતા છે’

આ પણ વાંચોઃ Cool weather in gujarat: આગામી 3 દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડી વધશે-વાંચો વિગત

  • ગ્રોટો બુ્રસ પેનિનસુલા નેશનલપાર્કમાં રાહુલ અને તેના મિત્રએ કોતર ઉપરથી તળાવમાં છલાંગ લગાવી હતી
  • પાણી ખુબ ઠંડુ હોવાથી તળાવમાં પડતા જ પાણી ફેંફસામાં જતુ રહ્યું અને રાહુલ બેભાન બની ગયો હતો

કેનેડાના સ્થાનિક મીડિયામાં આ ઘટના અંગે પ્રસિધ્ધ થયેલા અહેવાલો મુજબ રાહુલ અને તેને મિત્રો ગ્રોટો બુ્રસ પેનિનસુલા નેશનલપાર્કમાં બુધવારે (તા.૨૦ ઓક્ટોબર) પિકનિક માટે આવ્યા હતા અને સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૪.૧૫ વાગ્યે રાહુલને ડૂબવાના મેસેજ મળ્યા હતા. રાહુલને જે ડોક્ટર પાસે સારવાર માટે લઇ જવાયો હતો તે ડોક્ટર જ્યોર્જ હાર્પરે એક પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘રાહુલે તળાવ કિનારે આવેલ કોતર ઉપરથી તળાવમાં કુદકો માર્યો હતો. બદનસીબે પાણી ખુબ ઠંડુ હતું. ઠંડા પાણીમાં અચાનક પડવાથી શરીરમા હાંફ ચઢે છે અને આ સમયે પાણી ફેંફસામાં જતુ રહે છે. રાહુલ અને તેનો મિત્ર તળાવ કાંઠાથી માત્ર ૧૦ મિટરના અંતરે છીછરા પાણીમાં જ હતા એટલે ડુબવાના ચાન્સ ઓછા છે જ્યારે ફેંફસામાં પાણી જતુ રહ્યુ હોવાના ચાન્સ વધારે છે’

દુર્ઘટનાના છ કલાક પહેલા જ રાહુલે પિતા સાથે કોલ ઉપર વાત કરી હતી

રાહુલના પિતા સુનિલભાઇએ કહ્યું હતું કે ‘રોજ રાત્રે ૧૨ વાગ્યે તેમનો કોલ આવતો હતો. અહી રાતના ૧૨ વાગ્યા હોય ત્યારે ત્યાં સવારના ૧૦ વાગ્યા હોય છે. તે દિવસે પણ તેણે કોલ કર્યો હતો અને કહેતો હતો કે તે તેના મિત્રો સાથે પિકનિક પર જવાનો છે. અહીનું વેધર ખુબ સારૃ છે એટલે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે’

‘અમને ક્યાં ખબર હતી કે અમે રાહુલ સાથે આ છેલ્લી વખત વાત કરી રહ્યા છીએ. રાહુલ સાથે વાત કરી તેના છ કલાક પછી જ દુર્ઘટના બની હતી’

Whatsapp Join Banner Guj