69159616

સિરિયલ ભાભીજી ઘર પર હૈ’ ના વિભૂતિજીને મળી નવી પત્ની, હવે આ ભજવશે ગોરી મેમનો રોલ

69159616

મુંબઇ, 05 જાન્યુઆરીઃ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ના અંજલી ભાભી બાદ ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’ નામની પ્રખ્યાત સિરિયલની ગોરી મેમ પણ બદલાઇ જવા જઇ રહી છે. જેને આ સિરિયલમાં ગોરી મેમ એટલે કે અનિતા ભાભીનું પાત્ર સૌમ્યા ટંડન શરૂઆતથી જ ભજવતી આવી છે. જે પાછલાં પાંચ વર્ષથી આ શો સાથે સંકળાયેલી છે. પરંતુ તેણે ઓગસ્ટ 2020 માં આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો. જે બાદ નિર્માતાઓ નવી ગોરી મેમની શોધ કરી રહયાં હતા. હવે તેમની શોધ પૂર્ણ થઈ છે કારણ કે તેને બીજી અભિનેત્રી મળી છે.

whatsapp banner 1

અહેવાલો અનુસાર, ગોરી મેમનું પાત્ર હવે અભિનેત્રી નેહા પેંડસે ભજવશે, સિરિયલના મેકર્સે અગાઉ પણ નેહાનો સંપર્ક કર્યો હતો, પરંતુ કેટલાક કારણોસર આ મામલો બન્યો ન હતો. પરંતુ 4 મહિના પછી, નિર્માતાઓએ ફરીથી નેહાને સંપર્ક કર્યા અને વાત ફાઇનલ થઈ ગયી છે. જે પછી નેહા પેંડસે નવી અનિતા ભાભી બનશે. જોકે, હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

આ પણ વાંચો….

જો બિડેન બાદ ભારતના વડાપ્રધાન લઇ શકે છે દેશની સૌપ્રથમ કોરોના વેક્સિન, લઇ રહ્યાં છે ડોક્ટર્સની સલાહ