Vigilance Week 2

પશ્ચિમ રેલ્વે ધ્વારા વિજિલન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, ૦૪ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના વિજિલન્સ વિભાગ દ્વારા તા .27 ઓક્ટોબર 2020 થી 2 નવેમ્બર 2020 સુધી ભારતના આયર્ન મેન તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે વિજિલન્સ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવનારા અને 565 રજવાડાઓને સ્વતંત્ર ભારતમાં ભળી જવા તૈયાર કરનારા આયર્ન મેન સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની ઉજવણી માટે દર વર્ષે 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિજિલન્સ જાગરૂકતા સપ્તાહ નિમિત્તે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા રતલામ વિભાગના નિરીક્ષણ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને એકતાની શપથ ગ્રહણ કરાવવામાં આવી. અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા છે કે તેઓ ભ્રષ્ટાચાર સંબંધિત કોઈપણ કામમાં સામેલ નહીં થાય અને સત્યનિષ્ઠા તથા પ્રામાણિકતા જાળવશે.

આ પ્રસંગે પશ્ચિમ રેલ્વેના એડીશ્નલ જનરલ મેનેજરે ચર્ચગેટ ખાતેના પશ્ચિમ રેલ્વે મુખ્યાલયમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ રેલ્વેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સત્યનિષ્ઠાની શપથ લેવડાવી હતી. આ પછી, તેમણે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી પાસાઓ પર એક ઇ-પ્રદર્શનનું ઉદઘાટન પણ કર્યું. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલા એક પ્રેસ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, “સતર્ક ભારત, સમૃદ્ધ ભારત” વિષય પર એક ઇ-સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,

whatsapp banner 1

જેમાં મુખ્ય અતિથિ શ્રી સંજય ભાટિયા (નિવૃત્ત આઈ.એ.એસ.) દ્વારા મુખ્ય સંબોધન કરવામાં આવ્યું હતું. જે હાલમાં મહારાષ્ટ્રના નાયબ લોકાયુક્ત છે. મુખ્ય અતિથિ, એડિશનલ જનરલ મેનેજર અને સિનિયર ડેપ્યુટી જનરલ મેનેજરે સંયુક્તપણે ક્ષેત્રના અધિકારીઓમાં પ્રચાર માટે “ઇ-વિજિલન્સ બુલેટિન 2020” જાહેર કર્યું. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે સમગ્ર વિજિલન્સ સપ્તાહ દરમિયાન નિબંધ લેખન સ્પર્ધા, સ્લોગન લેખન સ્પર્ધા, ઇન્ટરેક્ટિવ સેશન અને “સતર્ક ભારત, સમૃદ્ધ ભારત” વિષય પર વ્યાખ્યાન જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

loading…