Vocal for local: પશ્ચિમ રેલવેમાં પહલી વાર રાજકોટ સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યો ટેરાકોટા માટી થી બનેલા વાસણો નું સ્ટોલ

Vocal for local: વોકલ ફોર લોકલ: સ્થાનિક ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલવેમાં પહલી વાર રાજકોટ સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યો ટેરાકોટા માટી થી બનેલા વાસણો નું સ્ટોલ

રાજકોટ, 23 માર્ચ: Vocal for local: વોકલ ફોર લોકલ: દેશભરમાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ રાજકોટ રેલવે સ્ટેશન પર ટેરાકોટા માટી થી બનેલા વાસણો નું સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. આ સ્ટોલ પર ટેરાકોટા માટીમાંથી બનેલી વિવિધ ચીજવસ્તુઓ જેમ કે માટીના રસોઈના વાસણો, પાણીના ગ્લાસ, બોટલ, વાટકી, બાઉલ,લોઢી, વાટર જગ વગેરે વસ્તુઓ ની પ્રદર્શની અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે મુસાફરોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉ

લ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ(Vocal for local) ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજનાને અમલમાં મૂકવા સમગ્ર પશ્ચિમ રેલવેમાં રાજકોટ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને સીનિયર ડીસીએમ અભિનવ જેફે સ્ટોલની મુલાકાત લીધી હતી અને મુસાફરો પાસેથી પ્રતિભાવો લીધા હતા.

Vocal for local Rajkot station

રાજકોટ ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવતર પહેલને મુસાફરોએ ખૂબ જ વખાણી છે. હાલમાં રાજકોટ સ્ટેશન પરનો આ સ્ટોલ 22 માર્ચ, 2022 થી 15 દિવસ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો..Benfits of cucumber: ડિહાઈડ્રેશનથી બચવા કાકડી ને કરો તમારા આહાર માં સામેલ, જાણો વિગત

Gujarati banner 01