jasprit Bumrah

Wedding: જસપ્રીત બુમરાહ લગ્નના બંધનમાં બંધાયો, જાણો કોણ છે બુમરાહની દુલ્હન? જુઓ ફોટોઝ

Wedding

સ્પોટ્સ ડેસ્ક, 15 માર્ચઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ લગ્ન(Wedding)ના બંધનમાં બંધાયો છે. તેણે સોમવારે ટીવી એન્કર સંજના ગણેશન સાથે સાત ફેરા લીધા હતા. જસપ્રીત બુમરાહે તેના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ જાહેરાત કરી. તે જ સમયે, આઈપીએલની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયને લગ્ન માટે જસપ્રીત બુમરાહ અને સંજનાને અભિનંદન આપ્યા છે.

બુમરાહ અને સંજનાના લગ્નની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટ બોલરે સોમવારે ટ્વીટ કરીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો છે.ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ બાદ જસપ્રિત બુમરાહે ભારતીય ટીમમાંથી રજા લીધી હતી. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયાએ કહ્યું હતું કે બુમરાહે ચોથી ટેસ્ટ પહેલા અંગત કારણોસર રજા માંગી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. આને કારણે બુમરાહ અમદાવાદની ચોથી મેચમાં રમી શક્યો ન હતો.

ADVT Dental Titanium

આ છે બુમરાહની પત્ની

સંજના આઇપીએલમાં એન્કર છે અને તે વર્લ્ડ કપ 2019ને પણ કવર કરી ચૂકી છે. સંજના ગણેશન એન્જિનિયરિંગ પણ કરી ચૂકી છે. જોકે તેણે મોડલિંગની તરફ ફોકસ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી. સંજના ગણેશન એન્જિનિયરિંગ પણ કરી ચૂકી છે. જોકે તેણે મોડલિંગની તરફ ફોકસ કર્યું અને વર્ષ 2014માં તે મિસ ઈન્ડિયાની ફાઇનલ સુધી પહોંચી.

સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્ટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ જીત્યું હતું. સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલ્ટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજના ગણેશને વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનું ટાઇટલ જીત્યું હતું.

Whatsapp Join Banner Guj

મળેલા અહેવાલ અનુસાર, લગ્નને ખૂબ જ ખાનગી અને મીડિયા લાઈમ-લાઈટથી દૂર રાખવામાં આવ્યા છે. આ સમારોહમાં ફક્ત બંને જ પરિવારના નિકટના સંબંધીઓ અને મિત્રોએ ભાગ લીધો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્નમાં ભાગ લેનારા મહેમાનોને તેમનો મોબાઈલ ફોન ન લાવવાનું પણ કહેવામાં આવ્યું હતુ, જેથી આખી ઇવેન્ટ સંપૂર્ણ રીતે ખાનગી રહે અને મીડિયા અને સોશ્યલ મીડિયાની પહોંચથી દૂર રહે.

આ પણ વાંચો…

કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ(vaccine certificate)ની પડી શકે છે જરૂર, ઓનલાઈન પણ કરી શકો છો ડાઉનલોડ- જાણો આ વસ્તુની પડશે જરુર