Forex:વડાપ્રધાન મોદીએ વિશ્વના દેશોને પાછળ છોડીને ભારતનો વગાડ્યો ડંકો, અમેરિકા -રશિયાને પણ છોડ્યા પાછળ

Forex

નવી દિલ્હી, 15 માર્ચઃ ફોરેન એક્સચેન્જ રિઝર્વ (Forex)ના કિસ્સામાં ભારતે રશિયા પછાડી દીધું છે. હવે ભારત વિશ્વમાં ચોથો સૌથી મોટો વિદેશી ભંડોળ ધરાવતો દેશ બની ગયો છે. ઘણા મહિનાઓ સુધી ઝડપી વૃદ્ધિ બાદ વર્ષો પછી ભારત અને રશિયા બંને દેશોમાં વિદેશી મૂડીરોકાણમાં સતત સરખા રહ્યાં છે, પરંતુ હાલમાં જ રશિયાના વિદેશ મુદ્રામાં ઝડપથી ઘટાડો થયો છે. જેને પગલે ભારત રશિયાથી આગળ નીકળ્યું છે.

ADVT Dental Titanium

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ભારતનું વિદેશી ચલણ ભંડાર 5 માર્ચ સુધી  4.3 અબજ ડોલર ઘટીને 580.3 અબજ ડોલર રહી ગયું છે. આ સમયગાળામાં રશિયાની વિદેશી મૂડી 580.1 અબજ ડોલર છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) ના વિશ્વની સૌથી મોટી મુદ્રા ભંડાર ચાઇના પાસે છે. આ સૂચિમાં જાપાન બીજા અને સ્વિટ્ઝરલેન્ડ ત્રીજા સ્થાન પર છે.

Whatsapp Join Banner Guj

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 18 મહિનાની આયાત માટે પૂરતી છે. કરંટ એકાઉન્ટ, ઘરેલું સ્ટોક માર્કેટમાં ઇનફ્લો અને વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ) ભારતમાં વધતાં વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. વિશ્લેષકોનું કહેવું છે કે વિદેશી ચલણના ભંડોળમાં મજબૂતાઇ બતાવે છે કે વિદેશી રોકાણકારો અને ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તે માને છે કે સરકાર દેવું ચૂકવવાની સ્થિતિમાં છે. દક્ષિણ એશિયાના વિવિધ દેશો અર્થતંત્રમાં અચાનક સર્જાતા આઉટફ્લો સામે રક્ષણ મેળવવા સતત ફોરેક્સ મજબૂત કરી રહ્યા છે.

આ પણ વાંચો…

Wedding: જસપ્રીત બુમરાહ લગ્નના બંધનમાં બંધાયો, જાણો કોણ છે બુમરાહની દુલ્હન? જુઓ ફોટોઝ