clothes color edited

ક્યાં વારે કેવા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે?

clothes color edited

જ્યોતિષ ડેસ્ક, 29 ડિસેમ્બરઃઆપણી આસપાસ વિવિધ પ્રકારના રંગો હોય છે. જે આપણા આસપાસના વાતવરણને સુંદર બનાવે છે. તે જ રીતે આપણા વ્યક્તિગત જીવનમાં પણ આ રંગો ભાગ ભજવે છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, અઠવાડિયાના સાત વાર કોઇને કોઇ ભગવાન અને ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. ક્યા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે? તેનો ઉલ્લેખ પણ જ્યોતિષ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ક્યો રંગ ક્યા વારે પહેરવાથી તમારા ભાગ્ય પર અસર કરે છે.

  • રવિવાર એટલે સૂર્યનો દિવસ. આ દિવસે જો તમે લાલ રંગનાં વસ્ત્રો પહેરો છો તો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. પતિ અને બાળકોનાં જીવનમાં જલ્દીથી તરક્કી જોવા માટે મહિલાઓ પોતે લાલ રંગનાં કપડા પહેરવાની સાથે સાથે તુલસી માતાને પણ લાલ ચૂંદડી ચડાવો.
  • સોમવાર નો દિવસ ચંદ્ર દેવનો દિવસ ગણવામાં આવે છે. આ દિવસે સફેદ રંગ પહેરવામાં આવે તો મન શાંત અને ખુશહાલ રહે છે. જો સફેદ રંગ પસંદ ન હોય કે ન પહેરતા હોય તો તેઓ આછો ગુલાબી કે આછો પીળા કલરના વસ્ત્રો પહેરી શકે છે. તેનાંથી પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે
whatsapp banner 1
  • મંગળવાર ને હનુમાનજીનો દિવસ માનવમાં આવે છે. હનુમાનજી અને મંગળ ગ્રહને શાંત રાખવા માટે આ દિવસે લાલ અને નારંગી રંગનાં કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.
  • બુધવાર ગણેશજી અને બુધ ગ્રહ સાથે જોડાયેલો છે. આ દિવસે લીલા કલરનાં કપડાં પહેરવાં શુભ માનવામાં આવે છે. તમારી મનગમતી નોકરી અને જીવનસાથી મેળવવા માટે આ દિવસે લીલો કલર જરૂર પહેરો, તમને પરિણામ સારુ જ મળશે.
  • ગુરૂવાર એટલે ગુરૂનો દિવસ ગુરૂને ખુશ કરવાનો દિવસ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ગુરૂઓનાં દેવ વિષ્ણુ ભગવાન માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે. એવામાં ભાગ્યને ચમકાવવા માટે ઘરની મહિલાઓ સહિત બધા જ પીળા રંગનાં વસ્ત્રો પહેરવા જોઈએ.
  • શુક્રવારનો દિવસ સફેદ રંગ સાથે સંબંધ ધરાવે છે. જો તમે ઈચ્છો કે તમારો શુક્ર ગ્રહ હંમેશા શાંત રહે તો શુક્રવારનાં દિવસે સફેદ રંગ અચુક પહેરો. આમ કરવાથી તમારા પરિવાર અને સમાજ બંને જગ્યાએ તમને પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત થશે.
  • શનિવાર જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, વિશેષ કાર્યો માટે કાળા રંગને અશુભ માનવામાં આવે છે. પરંતુ શનિવારે શનિદેવનો વાર હોવાને કારણે આ દિવસે કાળા રંગનાં વસ્ત્રો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ દિવસે કાળા રંગનાં વસ્ત્ર પહેરવાથી શનિદેવની કૃપા થઈ શકે છે. અને કાર્યક્ષેત્રમાં યશ, સન્માન મળવાની સાંભાવના રહે છે.

આ પણ વાંચો…

ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી વિવાદમાંઃ આલિયા-ભણસાલી વિરુદ્ધ કેસ