અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે WHOની ટીમ પહોંચી,રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજથી ફરી કોરોના રસીકરણ શરુ

logo who

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ અમદાવાદના Gcs હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ છે. વેક્સિન લેવા માટે હેલ્થ વર્કરનો ધસારો છે. સિનિયર તબીબોએ વેક્સિન લીધી છે. કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉકટર દિલીપ શ્રીનિવાસન અને ક્રિટિકલ કેરના હેડ ડૉકટર પ્રતિભાબેને પણ વેક્સન લીધી છે. બંને પતિ-પત્નીએ વેક્સિન લઈને સંદેશ આપ્યો છે. ઉલ્લખનીય છે કે તબીબ પરિવાર એક સાથે વેક્સિન લેવા પહોંચ્યો અને એક સાથે જ રસી મુકાવી હતી. જ્યારે બીજી તરફ Whoની ટીમ Gcs હોસ્પિટલ પહોંચી હતી. વેક્સીનેશનને લઈને હાલ ટીમ સમીક્ષા અને મુલાકાત કરી રહી છે.

Whatsapp Join Banner Guj

રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજે ફરીથી કોરોનાની વેક્સીનેશનની શરૂઆત થઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન આપવાની કવાયત સવારથી જ શરૂ કરી દેવાઇ હતી. આજે દિવસ દરમિયાન 100 જેટલા હેલ્થ વર્કરને વેક્સિન અપાશે મહત્વનુ છે કે શનિવારે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતીમાં વેક્સીનેશનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. બાદમાં સોફ્ટવેર ખામીના કારણે વેક્સિનેશનના મેસેજ મોકલવામાં મુશ્કેલી પણ સર્જાઈ હતી. જોકે હવે આજથી આ રસીકરણની પ્રક્રીયા ફરી શરૂ કરાઇ છે. મહત્વનુ છે કે કેન્દ્રના આદેશ અનુસાર રાજયમાં દર સપ્તાહે મંગળવાર, ગુરુવાર,શુક્રવાર અને શનિવારે વેક્સિન અપાશે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના વાઈસ ચેરમેન જે વાય લીને 2.5 વર્ષની જેલની સજા, અગાઉ 1 વર્ષની સજા ભોગવી ચૂક્યા હતા