0da2b817 d715 4cbf 8019 06df0a0884e4

wild life week:લાખોટા નેચર કલબ અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા યાયાવરના સ્થળાંતર પર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

wild life week: લાખોટા નેચર ક્લબ તેમજ BNHS દ્વારા યોજાયેલ સેમિનાર માં સંસ્થા ના હિદેદારો BNHS ના વૈજ્ઞાનિકો તેમજ જામનગર ના વક્ષીવિદો તેમજ વન્યજીવ તસ્વીરકારો જોડાયા હતા.

જામનગર,09 ઓક્ટોબર: wild life week: વન્યપ્રાણી સપ્તાહ ના ભાગ રૂપે લાખોટા નેચર કલબ જામનગર અને બોમ્બે નેચર એન્ડ હિસ્ટોરીકલ સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે જામનગર તેમજ સમગ્ર ભારતભર માં આવતા યાયાવર પક્ષીઓ પર વૈજ્ઞાનિક સેમિનાર નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર હંમેશા અહીં ના સ્થાહી પક્ષી ઓ ની વિવિધતા માટે તો જાણીતું રહ્યું જ છે, પણ સાથે સાથે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ ને આવકારવા માટે હંમેશા ગુજરાત તેમજ ભારતના નકશા માં મોખરે રહ્યું છે. જામનગર માં આશરે 200 થી વધારે યાયાવર પક્ષીઓ ની મિજબાની માટે જાણીતું રહ્યું છે.

ત્યારે આવા યાયાવર પક્ષીઓ ના વિદેશ થી ભારત સુધી ના પ્રવાસ નો જે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ, એશિયા ની વન્યજીવો માટે કામ કરતી સૌથી મોટી અને જૂની સંસ્થા BNHS દ્વારા થયો છે, તેની વૈજ્ઞાનિક માહિતી સંસ્થા ના વૈજ્ઞાનિક દિશાન્ત પરાસરિયા તેમજ ભાવિક પટેલ દ્વારા પૂરી પાડવા માં આવી હતી. તેમજ પક્ષીઓ ના પ્રવાસ તેમજ તેમના જીવન પર થયેલા વજ્ઞાનિક અભ્યાસ નુ જામનગર ના પક્ષી પ્રેમીઓ ને માહિતી પૂરી પાડવા માં આવી હતી.આ કાર્યક્રમમાં હોટલ પ્રેસિડેન્ટ ના મુસ્તાક ભાઈ મપાણી નો સહકાર પ્રાપ્ત થયો હતો.

આ કાર્યક્રમમાં લાખોટા નેચર કલબ ના પ્રમુખ જગત રાવલ, ઉપ પ્રમુખ સુરજ જોશી, કમલેશભાઈ રાવત, મંત્રી ભાવિક પારેખ, ખજાનચી જય ભાયાણી, સહ મંત્રી મયુર નાખવા, કમિટી મેમ્બર મયનક સોની, શબીર વીજળીવાળા, વૈભવ ચુડાસમા, પ્રોજેકટ ચેરમેન સંદીપ વ્યાસ તેમજ BNHS ના વૈજ્ઞાનિકો અને જામનગર ના પક્ષીવિદો, જંગલ ખાતા નો સ્ટાફ હજાર રહી સેમિનાર દરમિયાન વિચારો અંર અનુભવો નું અદાન-પ્રદાન કર્યું હતું

આ પણ વાંચોઃ Aryan khan drug case: આર્યન ખાન ચરસનું સેવન કરે છે, એનસીબીએ કરેલી પૂછતાછમાં કર્યો સ્વીકાર- વાંચો વિગત

Whatsapp Join Banner Guj