6 sri lankan player corona positive

6 sri-lankan player corona positive: ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચની ટેસ્ટ સીરીઝમાં શ્રીલંકાની ટીમને મોટો ઝટકો, 6 ખેલાડીઓ કોરોનાની લપેટમાં

6 sri-lankan player corona positive: શ્રીલંકા ક્રિકેટે એક નિવેદનમાં કહ્યું હતું કે,પથુમ નિશંકાએ એક દિવસ પહેલા ખરાબ તબિયતની ફરિયાદ કરી

સ્પોર્ટ્સ ડેસ્ક, 11 જુલાઇઃ 6 sri-lankan player corona positive: ઓસ્ટ્રેલિયા સામેની બીજી મેચની ટેસ્ટ સીરીઝમાં શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓપનર પથુમ નિશંકાને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેને તાત્કાલિક બીજી હોટલમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે અને તે બાકીની ટેસ્ટ મેચ રમીશે નહીં. તેના સ્થાને ઓશાદા ફર્નાન્ડોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં નિશંક માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. મિચેલ સ્ટાર્કના બોલ પર કેમેરોન ગ્રીને તેનો શાનદાર કેચ લીધો હતો.

શ્રીલંકા ક્રિકેટે એક નિવેદનમાં કહ્યું હતું કે,પથુમ નિશંકાએ એક દિવસ પહેલા ખરાબ તબિયતની ફરિયાદ કરી હતી.. ત્યારબાદ કોરોના સંક્રમણની તપાસ માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સાંજે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તેને તરત જ બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. હવે તેને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

આ પણ વાંચોઃ Shootings in south africa: દક્ષિણ આફ્રિકામાં બે બારમાં અડધી રાતે અંધાધૂંધ ગોળીબારથી 19નાં મોત

બે મેચમાં આ બીજી વખત છે જ્યારે અશોદા ફર્નાન્ડો ટીમ સાથે કોવિડ સબસ્ટિટ્યૂટ તરીકે જોડાયો છે. આ પહેલા તેણે એન્જેલો મેથ્યુસની જગ્યા લીધી હતી. મેથ્યુસ કોરોનાથી સંક્રમિત થનાર પ્રથમ શ્રીલંકાના ખેલાડી હતા. ત્યારબાદ પ્રવીણ જયવિક્રમા, ધનંજય ડીસિલ્વા, આસિથ ફર્નાન્ડો, જેફરી વેન્ડરસે પણ વાયરસને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે.

મેથ્યુઝ 5 દિવસનો આઈસોલેશન પૂર્ણ કર્યા બાદ ગાલેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકન ટીમનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા સીરીઝની શરૂઆત બાદ નિશંક કોરોના સંક્રમિત થનાર શ્રીલંકાના છઠ્ઠા ખેલાડી છે.

આ પણ વાંચોઃ Gujcomasol chairman: દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે સતત ત્રીજી વખત દિલીપ સંઘાણી નિમાયા

Gujarati banner 01