Australia win t20 world cup

Australia win t20 world cup: ઓસ્ટ્રેલિયાએ રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત જીત્યો ટી-૨૦ વર્લ્ડ કપ

Australia win t20 world cup: ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ ફાઇનલમાં ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર નોંધાવી રેકોર્ડ સાથે વિજય મેળવ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 નવેમ્બરઃ Australia win t20 world cup: મિચેલ માર્શે ૫૦ બોલમાં ૬ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ફટકારેલ અણનમ ૭૭ રન તેમજ વોર્નર જોડેની તેની બીજી વિકેટની ૯.૫ ઓવરોમાં ૯૨ રનની ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયા ધાર્યા કરતા સાવ સહેલાઇથી એક તરફી લાગતા મુકાબલામાં ન્યુઝીલેન્ડને ૮ વિકેટે હરાવીને ટી-૨૦ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યુ હતુ. વોર્નરે ૩૮ બોલમાં ૪ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ૫૩ રનનું યોગદાન આપ્યું હતું.

ન્યુઝીલેન્ડે તેઓની ૨૦ ઓવરોમાં ૪ વિકેટે ૧૭૨ રન નોંધાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઓવરોમાં ૨ વિકેટે આ સ્કોર પાર પાડયો હતો. ઓસ્ટ્રેલિયા આ સાથે પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ૧૭૨ રન ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં હાઇએસ્ટ સ્કોર હતો. આમ ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ ફાઇનલમાં ઇતિહાસનો હાઇએસ્ટ સ્કોર નોંધાવી રેકોર્ડ સાથે વિજય મેળવ્યો હતો.

તેવી જ રીતે માર્શે ટી-૨૦ વર્લ્ડ કપ ફાઇનલના હાઇએસ્ટ ૫૦ રન ૩૧ બોલમાં પૂરા કર્યા હતા. જેમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા હતા. ન્યુઝીલેન્ડના બોઉલ્ટને બાદ કરતા તમામ બહોલરો (૪-૦-૧૮-૨) પ્રભાવહીન લાગતા હત કેમ કે ફિન્ચ (પાંચ રન)ની વિકેટ સસ્તામાં પડયા પછી માર્શે વનડાઉનમાં આવતાવેંત જ આક્રમક બેટીંગ કરી હતી. વોર્નર પણ તેની આગવી રમત રમતો હતો.

આ પણ વાંચોઃ Covid positive: ભલે રસી લીધી હોય પણ સાવચેતી રાખો, મહારાષ્ટ્રથી પરત ફરેલા એક જ પરિવારના પાંચ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયા!

ન્યુઝીલેન્ડે ૧૦ ઓવરોમં ૫૭ રન કર્યા હતા જ્યારે ઓસ્ટ્રેલિયાએ ૧૦ ઓવરમાં ૮૧ રન ઝુડયા હતા. અને તે વખતે ૧ વિકેટ જ પડી હતી.

બાઉલ્ટે તેની ત્રીજી ઓવરમાં વોર્નરને બોલ્ડ કર્યો હતો પણ તે પછી આવેલા મેક્સવેલે (૧૮ બોલમાં અણનમ ૨૮ રન) પણ દબાણ ન સર્જતા લય જાળવી રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાની મિડલ ઓર્ડરની વિકેટો ઝડપવામાં ન્યુઝીલેન્ડને સફળતા ન મળી તે તેઓને ભારે પડયું.

વિલિયમ્સે કેપ્ટન ઈનિંગ રમીને ૪૮ બોલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૮૫ રનની યાદગાર કેપ્ટન ઈનિંગ રમતા ન્યુઝિલેન્ડે વર્લ્ડકપ ટી-૨૦ની ફાઈનલમાં તેઓની ૨૦ ઓવરોમાં ૪ વિકેટે ૧૭૨ રનનો સ્કોર બનાવ્યો હતો. વર્લ્ડકપ ટી-૨૦ ફાઈનલના ઈતિહાસનો આ સૌથી વધુ ટીમ ટોટલ બન્યો હતો. તેવી જ રીતે વિલિયમસનના ૮૫ રન ટી-૨૦ વર્લ્ડકપ ફાઇનલની કોઈપણ કેપ્ટન દ્વારા રમાયેલી સર્વોચ્ચ સ્કોરની ઈનિંગ હતી.

Whatsapp Join Banner Guj