child kidnapping case

child kidnapping case: સોલા સિવિલમાંથી મોડી રાતે બાળકીનું અપહરણ કરનાર મહિલાને પોલીસે શોધી કાઢી – વાંચો શું છે મામલો ?

child kidnapping case: સાત દિવસ બાદ પોલીસે મહિલાને શોધીને તેની ધરપકડ કરી છે

અમદાવાદ, 09 સપ્ટેમ્બરઃ child kidnapping case: અમદાવાદ- સોલા સિવિલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી મહિલા મોડી રાતે બાળકીનું અપહરણ કરી ગઇ હતી. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર સહિત પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે તાબડતોડ હોસ્પિટલમાં પહોંચેલી પોલીસે બાળકીને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.

પોલીસે સોલા સિવિલ હોસ્પિટલના અલગ-અલગ જગ્યાના CCTV ચેક કરવાની કામગીરી પણ આદરી હતી. જો કે એક સીસીટીવીમાં બાળકીના અપહરણની ઘટના કેદ થઇ હતી. જેમાં એક મહિલા બાળકીને લઇ જતી હોવાનું સ્પષ્ટપણે દેખાયું હતું. ત્યારે આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી સરખેજમાંથી એક મહિલાની ધરપકડ કરી છે. સાત દિવસ બાદ બાળકીનું માતા સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયો હતા.

આ પણ વાંચોઃ Biopic on cricket legend sourav ganguly: ધોની બાદ હવે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકની જાહેરાત- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ(child kidnapping case) કરાયું હતું. સરસ્વતી પાસી નામની મહિલાએ 1 સપ્ટેમ્બરના દિવસે જ બાળકીને જન્મ આપ્યો હતો. સોલા સિવિલના ત્રીજા માળે આવેલ pnc વોર્ડ માંથી બાળકીનું અપહરણ થયુ હતું. સોલા પોલીસે અજાણ્યા શસ્ખો સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.

Whatsapp Join Banner Guj