FIFA Suspend all india football federation

FIFA lifts ban on AIFF: FIFAએ ભારતીય ફુટબોલ ફેડરેશન પરથી પ્રતિબંધ હટ્યો, હવે અન્ડર-17 મહિલા વિશ્વકપનું આયોજન પણ ભારતમાં જ કરવામાં આવશે

FIFA lifts ban on AIFF: ફીફાએ ભારતને ફરી અન્ડર-17 મહિલા વિશ્વકપ 2022ની યજમાની સોંપી દીધી

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ઓગષ્ટ: FIFA lifts ban on AIFF: ભારતીય ફુટબોલ પર આવેલું સંકટ સમાપ્ત થઈ ગયું છે. ફીફાએ ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન (AIFF) પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ સાથે ભારતને ફરી અન્ડર-17 મહિલા વિશ્વકપ 2022ની યજમાની સોંપી દીધી છે. ફુટબોલને સર્વોચ્ચ સંસ્થા ફીફાએ આ માહિતી આપી છે. 

ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનની કાર્યકારી સમિતિ દ્વારા દૈનિક મામલા પર પૂર્ણ નિયંત્રણ હાસિલ કર્યા બાદ ફીફાએ આ નિર્ણય લીધો છે. ફીફા અને એએફસી એઆીએફએફમાં પરિસ્થિતિઓ પર નજર રાખશે અને સમય પર ચૂંટણી કરાવવામાં ફુટબોલ ફેડરેશનનું સમર્થન કરશે. 

આ પણ વાંચોઃ 8 people stretched in the river: ગુજરાતની આ નદીમાં 8 લોકો તણાયા, 5 લોકો હજી લાપત્તા

સુપ્રીમ કોર્ટે  સોમવારે ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશનના કામકાજનું સંચાલન કરનારી ત્રણ સભ્યોની સમિતિને ભંગ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે આદેશ આપ્યો હતો કે એઆઈએફએફનું રૂટિન કામકાજ કાર્યવાહક મહાસચિવ સંભાળશે. સાથે કોર્ટે એઆઈએફએફની કાર્યકારી સમિતિની રચનાનો પણ નિર્ણય કર્યો હતો. 

આ સમિતિમાં 23 સભ્યો હશે જેમાં 6 ખેલાડી (બે મહિલા ખેલાડી) હશે. એટલું જ નહીં કોર્ટે 28 ઓગસ્ટે યોજાનારી ચૂંટણીને પણ એક સપ્તાહ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો, જેથી મતદાતા લિસ્ટમાં ફેરફાર અને ઉમેદવારીની શરૂઆત થઈ શકે. 

આ પણ વાંચોઃ Uday Umesh Lalit 49th Chief Justice of India: ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા ઉદય ઉમેશ લલિત, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

Gujarati banner 01