Uday Umesh Lalit 49th Chief Justice of India

Uday Umesh Lalit 49th Chief Justice of India: ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા ઉદય ઉમેશ લલિત, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

Uday Umesh Lalit 49th Chief Justice of India: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સમારોહમાં સામેલ થયા. ન્યાયમૂર્તિ લલિત અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે સેવા આપનારા ન્યાયમૂર્તિ એન વી રમના પણ હાજર રહ્યાં

નવી દિલ્હી, 27 ઓગષ્ટઃ Uday Umesh Lalit 49th Chief Justice of India: જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સમારોહમાં સામેલ થયા. ન્યાયમૂર્તિ લલિત અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે સેવા આપનારા ન્યાયમૂર્તિ એન વી રમના પણ હાજર હતા. એન વી રમના શુક્રવારે CJI ના પદેથી નિવૃત્ત થયા. ત્યારબાદ હવે આ પદભાર જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે સંભાળ્યો છે. 

અત્રે જણાવવાનું કે 102 વર્ષથી લલિત પરિવાર વકિલાતના વ્યવસાયમાં છે. જસ્ટિસ યુ યુ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં વકીલાત કરતા હતા. તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત જે હવે 90 વર્ષના છે તેઓ પણ જાણીતા વકીલ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના પત્ની અમિતા લલિત શિક્ષણવિદ છે. જે નોઈડામાં એક સ્કૂલ ચલાવે છે. 

આ પણ વાંચોઃ Riverfront Foot Overbridge: આજે PM મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે

જસ્ટિસ લલિતના બે પુત્ર છે શ્રીયસ અને હર્ષદ. શ્રીયસ વ્યવસાયે વકીલ છે જે IIT ગુવાહાટીથી મિકેનિકલ એન્જિનિયર છે અને તેમના પત્ની રવીના પણ વકીલ છે. જ્યારે હર્ષદ વકીલાતમાં નથી અને તેઓ પત્ની રાધિકા સાથે અમેરિકામાં રહે છે. હર્ષદ હાલ પત્ની સાથે અમેરિકાથી દિલ્હી આવ્યા છે. એવું નથી કે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને વકિલાતમાં સફળતા વારસામાં મળી છે. તેઓ જ્યારે દિલ્હી આવ્યા ત્યારે મયૂર વિહારના બે રૂમના ફ્લેટમાં રહેતા હતા. પરંતુ ત્યારબાદ તેઓ દેશના ટોપ ક્રિમિનલ વકીલોમાં સામેલ થયા. તેઓ હાઈ પ્રોફાઈલ કેસમાં પણ હાજર રહ્યા. એટલે સુધી કે 2જી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે તેમને સ્પેશિયલ પીપી નિયુક્ત કર્યા હતા. 

2014માં વકીલમાઁથી તેઓ સીધા સુપ્રીમ કોર્ટ જજ બન્યા. તેઓ અત્યાર સુધીના ઈતિહાસમાં બીજા એવા CJI છે જેઓ સુધી વકીલમાંથી સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. આકરી મહેનત અને અપરાધિક કેસોમાં તેમની પકડે તેમને હવે દેશની ન્યાયપાલિકાના મુખિયા બનાવ્યા છે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો રહેશે. CJI તરીકે જસ્ટિસ લલિત તે કોલેજિયમનું નેતૃત્વ કરશે જેમાં જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નઝીર, અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ હશે. 

આ પણ વાંચોઃ Neeraj Chopra wins Lausanne Diamond League: નીરજ ચોપરાએ લુસાને ડાયમન્ડ લીગ મીટનું ટાઈટલ જીતી રચ્યો ઇતિહાસ

Gujarati banner 01