4 Boys drowned

8 people stretched in the river: ગુજરાતની આ નદીમાં 8 લોકો તણાયા, 5 લોકો હજી લાપત્તા

8 people stretched in the river: ભારે વરસાદને લઇને નદીમાં  પુર આવતા યુવાનો નદી જોવા ગયા હતા આ દરમિયાન નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ

અમદાવાદ, 27 ઓગષ્ટઃ8 people stretched in the river: બનાસકાંઠાની બનાસ નદીમાં  ગઇકાલે વધુ બે યુવકો ડૂબ્યા. કાંકરેજના ઉંબરી ગામ પાસે બે યુવકો ડૂબી ગયા. નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસાના જુનાડીસા વિસ્તારમાં નદીમાં 3 યુવકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું.. ભારે વરસાદને લઇને નદીમાં  પુર આવતા યુવાનો નદી જોવા ગયા હતા આ દરમિયાન નદીમાં ન્હાવા ગયેલા 3 યુવકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. 

આ પણ વાંચોઃ Uday Umesh Lalit 49th Chief Justice of India: ભારતના 49મા ચીફ જસ્ટિસ બન્યા ઉદય ઉમેશ લલિત, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ

બીજી તરફ ડીસા નજીક બનાસ નદીમાં ભારે વરસાદની સ્થિતી વચ્ચે એક વૃદ્ધ ન્હાવા પડ્યા હતા જે નદીના જળ પ્રવાહમાં લાપતા બન્યા હતા. આ અંગે જાણ થતાં સ્થાનિક તરવૈયા દ્વારા બનાસ નદીમાં વૃદ્ધની શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે 3 કલાકની શોધખોળ બાદ પણ વૃદ્ધની કોઇ ભાળ મળી ન હતી. નોંધનીય છે કે વૃદ્ધ નદીમાં ડૂબતા હોય તેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

વધુમાં આવી જ એક કરુણ ઘટના બનાસકાંઠાના અમીરગઢ ગામે સામે આવી  હતી.  જેમાં બનાસ નદીના ઊંડા પાણીમાં બાળક નહાવા પડ્યો હતો. જે દરમિયાન બાળક પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ ઘટનાની  જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યાં હતા અને ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ હાથ લાગતા અરેરાટી મચી જવા પામી હતી.

આ પણ વાંચોઃ Riverfront Foot Overbridge: આજે PM મોદી અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે

Gujarati banner 01