Virat Kohli

ICC ODI Rankings: વર્લ્ડ કપ હાર્યું ભારત પણ આ લિસ્ટમાં મારી બાજી, ટોપ 10માં થી 7 ભારતીય…

ICC ODI Rankings: વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે

ખેલ ડેસ્ક, 23 નવેમ્બરઃ ICC ODI Rankings: ICCએ ODI વર્લ્ડ કપ 2023 પછી રેન્કિંગ જાહેર કરી છે. ICCની આ ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને આ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. જ્યારે યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલને મોટો ફટકો પડ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ આમાં મોટી છલાંગ લગાવી છે. ચાલો જાણીએ કે આ રેન્કિંગમાં કોણ ટોચ પર છે.

વિરાટ કોહલી વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શુભમનના રેટિંગ પોઈન્ટમાં ઘટાડો થયો છે. પરંતુ તેના પછી પણ શુભમન ગિલ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ કરતા આગળ છે. વિરાટે વર્લ્ડ કપના 46 દિવસમાં બધું જ બદલી નાખ્યું છે અને રેન્કિંગમાં સારું સ્થાન મેળવ્યું છે.

ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થયો હતો. વિરાટ 5 ઓક્ટોબરે નવમા સ્થાને હતો. એક વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વિરાટના નામે છે. વિરાટે 45 દિવસના ગાળામાં 11 મેચમાં સૌથી વધુ 765 રન બનાવ્યા છે. આનો ફાયદો વિરાટને થયો છે. બીજી તરફ શુભમન અને બાબર તેમના રેટિંગ પોઈન્ટ્સમાં માત્ર 2 પોઈન્ટનું અંતર છે. શુભમન ગિલના 826 રેટિંગ પોઈન્ટ અને બાબરના 824 રેટિંગ પોઈન્ટ છે.

રોહિત શર્માએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન જોરદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 11 મેચમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ પ્રદર્શન માટે રોહિતને ICC તરફથી રિટર્ન ગિફ્ટ મળી છે. રોહિત આ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. આ રીતે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ટોપ 5માં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

કેશવ મહારાજ બન્યો નંબર 1 બોલર…

બોલરોની રેન્કિંગમાં મોહમ્મદ સિરાજે ટોચનું સ્થાન ગુમાવ્યું છે. સિરાજ વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનના શાહીન શાહને પાછળ છોડીને નંબર 1 પર હતો. જસપ્રીત બુમરાહ ચોથા અને કુલદીપ યાદવ સાતમા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાનો કેશવ મહારાજ નંબર 1 બોલર બની ગયો છે. મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર 10મા ક્રમે છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ઓલરાઉન્ડર તરીકે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

આ પણ વાંચો… Ashwini Vaishnaw Talk on Deep Fax Issues: ડીપફેક્સથી ઉદ્ભવતા મુદ્દાઓ પર રેલ્વે મંત્રીની હિતધારકો સાથે થઈ વાર્તાલાપ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો