Rohit Virat

IND VS AFG T-20 Series: 13 મહિના બાદ ટી-20 રમશે આ બે ભારતીય દિગ્ગજ, જાણો કોને-કોને મળ્યું સ્થાન

IND VS AFG T-20 Series: રોહિત શર્મા અને વિરાટ કોહલી 13 મહિના બાદ ટી-20 ટીમમાં પરત ફર્યા

ખેલ ડેસ્ક, 08 જાન્યુઆરીઃ IND VS AFG T-20 Series: અફઘાનિસ્તાન સામેની ત્રણ T-20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી 13 મહિના બાદ ટી-20 ટીમમાં પરત ફર્યા છે. 2022 ટી-20 વર્લ્ડ કપ પછી રોહિત કે કોહલી બંનેએ એકપણ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી નથી. બંનેની વાપસી સાથે એવું માનવામાં આવે છે કે તેઓ આગામી ટી-20 વર્લ્ડ કપમાં પણ રમતા જોવા મળશે.

ભારતીય ટીમમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે T-20 ફોર્મેટમાં પાછો ફર્યો છે. તો વિરાટ કોહલી પણ ફરી એકવાર ટીમ ઇન્ડિયા તરફથી T-20 ફોર્મેટમાં રમતો જોવા મળશે. આ બંને ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T-20 સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે હાર્દિક પાંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે આ સિરીઝનો ભાગ નહીં બની શકે. ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ આ સિરીઝનો ભાગ નહીં હોય. સંજુ સેમસન અને જીતેશ શર્માને વિકેટકીપર તરીકે આ સિરીઝમાં તક મળી છે.

છેલ્લે નવેમ્બર 2022માં T-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા ‘Rohirat’

રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે નવેમ્બર 2022માં ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ આ બંને ખેલાડીઓની વાપસીથી અનુમાન લગાવી શકાય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. એટલું જ નહીં, તે ફરી એકવાર ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.

અફઘાનિસ્તાન સામેની સીરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.

આ પણ વાંચો… Gujarat AAP Executive Meeting: ‘આપ’ ગુજરાત પ્રદેશ કાર્યકારિણી બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો