Indian cricketer covid positive

Indian cricketer covid positive: ભારતીય ટીમ આવી કોરોનાની ઝપેટમાં, આટલા ખેલાડીઓ થયા કોરોનાગ્રસ્ત

Indian cricketer covid positive: ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું..!

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 જુલાઇઃIndian cricketer covid positive: કોરોનાનો કહેર દેશ-દુનિયામાં વરસી રહ્યો છે. જો કે ધીરે ધીરે કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી છે. તે સાથે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ(Indian cricketer covid positive)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાનાં 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી સામે આવ્યા પછી, ખેલાડી આઇસોલેટ થઈ ગયા છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રાપ્ત માહિતી અનુસાર ખેલાડીના ગળામાં દર્દ હતું અને સાથે તેમનો કોરોના રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા.  જોકે હાલમાં ટીમ ઈન્ડિયાનાં આ સભ્યની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈંગ્લેન્ડનાં 3 ખેલાડીઓ સહિત 7 સભ્યો સંક્રમિત થઇ ગયા છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ isha deol: ઇશા દેઓલ એક પ્રોજેક્ટ સાથે કરી રહી છે ડિજિટલ ડેબ્યુ