Gujarat

Repeater Student Exam: કોવિડ ની ગાઈડલાઈન સાથે રાજ્ય માં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

અમદાવાદ, ૧૫ જુલાઈ: Repeater Student Exam: સમગ્ર રાજ્ય ની સાથે જામનગર માં પણ ધોરણ 10 અને 12 ના રિપીટર વિધ્યાર્થીઓની પરીક્ષા નું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બોર્ડ ની પરીક્ષા નું પરીક્ષકેન્દ્ર પર ફોંચી જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Repeater Student Exam: કોરોના ના કારણે ધોરણ 10 અને 12 ના રેગ્યુલર વિદ્યાર્થીઓની બોર્ડ ની પરીક્ષા રદ કરવાંમાં આવી હતી અને માસ પ્રમોશન અપાયા હતા ત્યારે હાલ કોરોના હળવો થતાં સ્કૂલો ખોલવામાં આવતા આજે ધોરણ 10 અને ધોરણ 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ 10 અને 12 ના તમામ પરીક્ષા કેન્દ્રો પર સેનિટાઇઝર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા કોરોના ના નિયમો ને ધ્યાને રાખી પરીક્ષા કેન્દ્ર પર આવતા પરિક્ષાર્થીઓને ટેમ્પરેચર અને સેનિટાઇઝર કરી પછીજ અંદર પ્રવેશ આપવામાં આવતો હતો

Repeater Student Exam: જામનગર જિલ્લા માં ધોરણ 10 ના 6727 વિધ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં 2439 વિધ્યાર્થી અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં 305 વિધ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમજ ધોરણ 10 અને 12 માટે જિલ્લા માં કુલ 9 કેન્દ્ર 39 પરીક્ષા સ્થળ 478 બ્લોક માં અંદાજિત 9471 વિધ્યાર્થીઓ માટે પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે.

Repeater Student Exam: અરવલ્લી માં પણ રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

અરવલ્લી જીલ્લાના ૪૮ કેન્દ્રો પર આજથી ધો.૧૦ તથા ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૮૪૪ અને વિજ્ઞાન પ્રવાહમાં ૫૩૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ ૧૦માં ૧૬ કેન્દ્રો પરથી ૮૧૨૭ ઉમેદવારો પરીક્ષા આપશે.

કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તે માટે તેમની ચિંતા કરતા તેમના હિત સારું થઈને રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ના રેગ્યુલર તથા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પરિસ્થિતિને કારણે રદ કરાઈ હતી. ત્યાર બાદ કોરોના કાબૂમાં ન આવતા સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય લઈને ધોરણ ૧૦ તથા ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું તથા પરિસ્થિતિને ધ્યાને રાખીને રીપીટરોની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો.

Whatsapp Join Banner Guj

જે અંતર્ગત રાજ્યમાં કોરોનાની મહામારી વર્તમાન સમયમાં અંકુશમાં આવતા થોડા દિવસ અગાઉ અરવલ્લી જીલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા માનનીય શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો.આ પરીક્ષામાં ધોરણ ૧૦ તથા ૧૨ તમામ પ્રવાહના ના રીપીટર,પૃથ્થક તથા ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા આજથી ૨૮ જુલાઈ ૨૦૨૧ સુધી બે તબકકામાં યોજાશે.

જેમાં ધોરણ ૧૨ નાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોડાસાનાં ૩ સેન્ટર ખાતે જીલ્લાના ૫૩૨ વિદ્યાર્થીઓમાં ૫૨૮ રીપીટર તથા ૦૪ આઈસોલેટ, સામન્ય પ્રવાહની પરીક્ષા મોડાસા કેન્દ્રનાં ૧૦ સેન્ટર ખાતે ૨૮૪૪ વિદ્યાર્થીઓમાં રીપીટર ૧૪૧૬, આઈસોલેટ ૩૯૩, પ્રાઇવેટનાં રેગ્યુલર ૫૬૨, પ્રાઇવેટનાં રીપીટર ૪૭૩ તથા ધોરણ ૧૦ જીલ્લાના ૩૫ સેન્ટર ખાતે ૮૧૨૭ ઉમેદવારો પરીક્ષા આપશે.

આ પણ વાંચો: Ishwariya Hill Garden: ઈશ્વરીયા હિલ ગાર્ડનની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ

देश की आवाज़ की तमाम खबरों को फेसबुक पर पाने के लिए लाइक करें.