Rajasthan Royals 2

IPL 2021: આઇપીએલને પણ કોરોનાનું ગ્રહણ, આ ચાર ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેચ્યા..

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 એપ્રિલઃ કોરોનાનો કહેરની અસર આઇપીએલ(IPL 2021) પર જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સ(IPL 2021) ટીમમાંથી રમતા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એન્ડ્રુ ટાઈ રવિવારે ખાનગી કારણોથી સ્વદેશ પાછો ફર્યો. જેનાથી તે ફ્રેન્ચાઈઝીની હાલની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)માંથી હટનારો ચોથો વિદેશી ખેલાડી બની ગયો. તેની પહેલાં ઈંગ્લેન્ડનો જોફ્રા આર્ચર હાથની સર્જરી, બેન સ્ટોક્સ આંગળીમાં ફ્રેક્ચર અને લિયામ લિવિંગસ્ટોન બાયો-બબલના થાકના કારણે હટવાનો નિર્ણય કરી ચૂક્યા હતા. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 5 મેચ(IPL 2021)માં 2 જીત મેળવી છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.

  • IPL 2021- રાજસ્થાન રોયલ્સને કયા 4 વિદેશી ખેલાડીઓએ ઝટકો આપ્યો:
  • એન્ડ઼્રુ ટાઈ – રાજસ્થાન રોયલ્સ
  • 1 કરોડમાં ખરીદ્યો
  • 2021માં એકપણ મેચ રમ્યો નહીં
  • 2020માં એક મેચ રમ્યો હતો
  • ખાનગી કારણથી સ્વદેશ પાછો ફર્યો
IPL 2021
  • જોફ્રા આર્ચર- રાજસ્થાન રોયલ્સ
  • 7.20 કરોડમાં ખરીદ્યો
  • 2021માં એકપણ મેચ રમ્યો નહીં
  • 2020માં ઝડપી હતી 20 વિકેટ
  • હાથની સર્જરી થતાં ભારત ન આવ્યો
  • બેન સ્ટોક્સ – રાજસ્થાન રોયલ્સ
  • 12.50 કરોડમાં ખરીદ્યો
  • 2021માં માત્ર એક મેચ રમ્યો
  • પહેલી મેચમાં આંગળીમાં ઈજાના કારણે આઈપીએલમાં બહાર થયો
  • 2020માં 285 રન બનાવ્યા અને 2 વિકેટ ઝડપી
IPL 2021
  • લિયામ લિવિંગસ્ટોન – રાજસ્થાન રોયલ્સ
  • 75 લાખમાં ખરીદ્યો
  • 2021માં એકપણ મેચ રમ્યો નહીં
  • 2019માં 4 મેચમાં બનાવ્યા હતા 71 રન
  • બાયો બબલના થાકના કારણે ટુર્નામેન્ટ છોડી

આ પણ વાંચો….

વિરેન્દ્ર સહેવાગે(Virender Sehwag) સોશિયલ મીડિયા પર એક વીડિયો મુકી અને સુરતની સિવિલ હોસ્પિટલની કામગીરીના કર્યા વખાણ, જુઓ આ ખાસ વીડિયો