Rishabh Pant Passes Fitness Test

New Captain of Delhi Capitals: દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, નવા કેપ્ટનની પસંદગી- જાણો સંપૂર્ણ વિગત

New Captain of Delhi Capitals: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 શરૂ થવામાં હવે માત્ર બે જ દિવસ પહેલા દિલ્હી કેપિટલ્સે કરી નવા કેપ્ટનની પસંદગી

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 20 માર્ચઃ New Captain of Delhi Capitals: IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 શરૂ થવામાં હવે માત્ર બે જ દિવસ બાકી છે.  ત્યારે ટીમે તેના કેપ્ટનના નામની જાહેરાત કરી છે.  IPL 2024માં ડેવિડ વોર્નરની જગ્યાએ ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 2022માં દિલ્હી-દહેરાદૂન હાઇવે પર તેનું ભયાનક રોડ એકસીડન્ટ થયું હોવાથી તે લગભગ 14 મહિનાથી પ્રોફેશનલ ક્રિકેટથી દૂર છે. ત્યારબાદ લાંબા સમયની સારવાર પછી તેને NCA તરફથી IPLમાં રમવાની પરવાનગી મળી છે. 

દિલ્હી કેપિટલ્સના ચેરમેન પાર્થ જિંદાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે રિષભને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે આવકારતા ખુશ છીએ.  તેણે ધીરજ અને નિર્ભયતા બતાવી છે.  નવી સિઝનની નવા જોશ અને ઉત્સાહ સાથે રાહ જોવાઈ રહી છે.  હું તેને ફરી એકવાર દિલ્હી કેપિટલ્સને મેદાનમાં લઈ જવા માટે રાહ જોઈ શકતો નથી.”

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો