lakhota nature club garabage clean

Lakhota Nature Club: પ્લાસટિકનું પ્રદુષણ દૂર કરવા પદયાત્રીઓના એઠવાડ માંથી પ્લાસટિક વીણતાં યુવાનો…

Lakhota Nature Club: कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन…પર્યાવરણ ની સેવા કરતા આ યુવાનોને સો સલામ

જામનગર, 27 ઓગસ્ટ: Lakhota Nature Club; પવિત્ર શ્રાવણમાસમાં અનેક શ્રદ્ધાળુઓ પગપાળા જામનગર નજીક લાલપુર પાસે આવેલા ભોડેશ્વર મહાદેવના દર્શને જતા હોય છે, ખાસ કરીને વધુ સંખ્યા રવિવારે રાત્રે જોવા મળે છે, જયારે જામનગર લાલપુર રોડ ઉપર ભક્તો નું ઘોડાપુર હોઈ છે, આ શ્રદ્ધાળુઓ દ્વારા અનેક પાણી ની બોટલ,વેફર્સ અને અન્ય ખોરાકના પડીકાઓ રસ્તા પર ફેંકી દેવામાં આવતા હોય છે.

Gujarat Husband Wife case: ઘર જમાઈ તરીકે સાસરિયાં સાથે રહેવાનું કહેવું ક્રૂરતા સમાન છેઃ દિલ્હી હાઈકોર્ટ

આ ઉપરાંત જે જગ્યાએ આ પદયાત્રીઓ માટે કેમ્પ લગાવવામાં આવ્યા હોય છે ત્યાં પણ ફરાળ ની ડિશ પાણી ની બોટલો રસ્તા પર જોવા મળે છે, આવા સમયે લાખોટા નેચર કલબના યુવાન સદસ્યો દ્વારા આ પ્લાસટિક નું દુષણ દૂર કરવા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પેટ્રોલ પમ્પ ના માલિક, કારખાના ના માલિક થી લઈ સરકારી કર્મચારી અને દુકાનદાર પરિવારના યુવાનો જે કદાચ ઘરે પોતાની થાળી પણ લઈ અને ઉટકવા નહીં મુકતા હોઈ અથવા એવું સુખમય જીવન જીવતા હશે કે થાળી ઉટકવા નો તેમને ક્યારેય પ્રશ્ન જ નહીં આવ્યો હોય.

Lakhota Nature Club

તેવા સુખી સંપન્ન પરિવારના યુવાનો માત્ર અને માત્ર પર્યાવરણ ની રક્ષા કાજે અને ગાય કે અન્ય ઢોર ના પેટમાં આ પ્લાસ્તિક રૂપી ઝેર ના જાય તેવા શુભ હેતુ થી આ સફાઈ અભિયાનમાં સતત બે રવિવાર થી જોડાય છે જેમને મહાનગરપાલિકા દ્વારા ટ્રેક્ટરની સેવા વિનામૂલ્યે મળે છે, આગામી બે રવિવાર સુધી પદયાત્રીઓના માર્ગ પર આ અભિયાન હજુ ચાલુ રહેશે, ત્યારે ખરેખર કહેવાનું મન થાય કે કોઇપણ પ્રકારના સ્વાર્થ વગર પરમાર્થ માટે એક રૂપિયાની અપેક્ષા અગર કાર્ય કરતા લાખોટા નેચર કલબના આ યુવાનો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *