Ravi Shastri PTI

Ravi shastri covid positive: ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોનાથી પોઝિટીવ,આ બે ક્રિકેટરો નેગેટિવ આવતા મેચ યથાવત- વાંચો વિગત

Ravi shastri covid positive: ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ રમી રહેલી ભારતીય ટીમના ખેલાડીઓનો શનિવારે સાંજે અને રવિવારે સવારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Ravi shastri covid positive: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને કોરોનાનો ચેપ લાગતાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. શાસ્ત્રીનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના સભ્યોને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે ભારતીય પ્લેઈંગ ઈલેવનના સભ્યોના બે વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવતાં ભારત-ઈંગ્લેન્ડની ઓવલમાં ચાલી રહેલી ચોથી ટેસ્ટની ચોથા દિવસની રમતને નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ ધપાવવામાં આવી હતી. 

ઓવલ ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ જે હોટલમાં રોકાઈ છે, તે જ હોટલમાં રવિ શાસ્ત્રીના પુસ્તકનું વિમોચન રાખવામાં આવ્યું હતુ. જેમાં બાયો-બબલમાં સામેલ ન હોય તેવા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે સમારંભમાં બોલિંગ કોચ ભરત અરૃણ, ફિલ્ડિંગ કોચ શ્રીધર અને ફિઝિયો નિતીન પટેલ પણ હાજર હતા. ભારતીય ટીમના આ તમામ સપોર્ટ સ્ટાફને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ Panjshir bombed by drones of pakistani: પંજશીર જંગમાં તાલીબાન તરફથી ઉતર્યું પાકિસ્તાન, એરફોર્સે કર્યા ડ્રોન હુમલા- વાંચો વિગત

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ રમી રહેલી ભારતીય ટીમના ખેલાડીઓનો શનિવારે સાંજે અને રવિવારે સવારે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવતાં ટેસ્ટ મેચ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે આગળ ધપાવવામાં આવી હતી. ભારતીય ટીમના તમામ ક્રિકેટરો અને સપોર્ટ સ્ટાફેકોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધેલા છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રોએ કહ્યું કે, યુકેાં કોઈ નિયંત્રણો લાગૂ ન હોવાથી ટીમની હોટલમાં યોજાયેલા શાસ્ત્રીના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં બાયોબબલમાં સામેલ ન હોય તેવા આમંત્રિતો પણ જોડાયા હતા. ભારતીય બોલિંગ કોચ ભરત અરૃણને ઈંગ્લેન્ડ પ્રવાસમાં આ બીજી વખત આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. અગાઉ ભારતીય સપોર્ટ સ્ટાફમાં સામેલ દયાનંદ ગારાનીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો ત્યારે પણ ભરત અરૃણને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચોઃ Now Identify COVID-19 fake vaccines:કોરોના વેક્સિન અસલી છે કે નકલી ? ઓળખ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ- વાંચો મહત્વની જાણકારી

ટીમ ઈન્ડિયા મંગળવારે માંચેસ્ટર જવા રવાના થશે. જો ભારતીય ટીમના ચાર સ્ટાફ મેમ્બર્સનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટીવ આવશે તો તેમને ૧૦ દિવસના રૃમ આઇસોલેશનમાં રહેવું પડશે. જે પછી તેમના બે ટેસ્ટ નેગેટિવ આવે પછી જ તેઓ ટીમની સાથે જોડાઈ શકશે.

Whatsapp Join Banner Guj