Ruturaj Gaikwad Wedding

Ruturaj Gaikwad Wedding: કાલે લગ્ન કરશે ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ, જાણો કોણ છે છોકરી…

Ruturaj Gaikwad Wedding: ઋતુરાજ કાલે ઉત્કર્ષા નામની છોકરી સાથે લગ્ન કરશે

ખેલ ડેસ્ક, 02 જૂનઃ Ruturaj Gaikwad Wedding: ભારતીય ક્રિકેટર અને આઈપીએલમાં ધોનીની ટીમ તરફથી રમતો ઋતુરાજ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ઋતુરાજ કાલે ઉત્કર્ષા નામની છોકરી સાથે લગ્ન કરશે. ઉત્કર્ષા મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટર છે. તે જમણા હાથની બેટ્સમેન છે.

તેણીએ નવેમ્બર 2021માં સિનિયર મહિલા વન-ડે ટ્રોફીમાં પંજાબ સામે તેની છેલ્લી મેચ રમી હતી. 24 વર્ષની ઉત્કર્ષાનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તે હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ, પૂણેમાં અભ્યાસ કરી રહી છે.

ઋતુરાજે આઈપીએલ ફાઈનલ બાદ ફોટો શેર કર્યો હતો

IPL 2023નો ખિતાબ જીત્યા બાદ ઋતુરાજ ગાયકવાડે ધોની સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં એક છોકરી જોવા મળી હતી, આ છે ઉત્કર્ષા પવાર. ઋતુરાજે તેને તેના જીવનની સૌથી ખાસ વ્યક્તિ ગણાવી હતી અને હવે તે તેની જીવન સાથી બનવા જઈ રહ્યો છે. આ ફોટો સામે આવ્યા પછી જ નક્કી થયું કે ઋતુરાજ ઉત્કર્ષા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ IPL 2023માં ઉત્કર્ષાના સંપર્કમાં હતો. તેણે 16 મેચની 15 ઇનિંગ્સમાં 42.14ની એવરેજ અને 147.50ની સ્ટ્રાઇક રેટથી 590 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 46 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા છે. તેણે આ સીઝનમાં ચાર અડધી સદી પણ ફટકારી હતી અને તેની સૌથી મોટી ઇનિંગ્સ 92 રનની હતી.

તે IPLમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પણ તેનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ભારત માટે એક ODI અને નવ T20I રમી ચૂકેલા ઋતુરાજે દેશ માટે કુલ 154 રન બનાવ્યા છે. તેણે ટી20માં પણ અડધી સદી ફટકારી છે. જો કે, સતત તકો મળે ત્યારે તે વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચો…. MoU Between Guj Government & Tata Group: ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો