MoU Between Guj Government Tata Group

MoU Between Guj Government & Tata Group: ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ

MoU Between Guj Government & Tata Group: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoU સંપન્ન થયા

    ગાંધીનગર, 02 જૂનઃ MoU Between Guj Government & Tata Group: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશમાં લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગનું અગ્રણી રાજ્ય બનવા સજ્જ થયું છે. આ હેતુસર લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરીની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન થયા હતા.

    MoU Between Guj Government Tata Group 1

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિકસ પોલિસીની ફલશ્રુતિ રૂપે આ MoU કરવામાં આવ્યા છે. ટાટા ગૃપની સબસીડીયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાયવેટ લિમિટેડના CEO અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આ MoU પર હસ્તાક્ષર કરી મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં MoU ની પરસ્પર આપ-લે કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦૩૦ સુધીમાં દેશમાં પ૦ ટકા કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા તથા ૧૦૦ ટકા ઇલેક્ટ્રીક વાહન ઉપયોગનું જે લક્ષ્ય રાખ્યું છે તેને સાકાર કરવા ગુજરાતે આ ગીગા ફેક્ટરીની સ્થાપનાના MoU થી નવી દિશા આપી છે. ગીગા ફેક્ટરી ભારતમાં આ પ્રકારનો પ્રથમ લિથિયમ આયન સેલ ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતમાં કાર્યરત કરશે.

    એટલું જ નહિ, આ પ્લાન્ટમાં અંદાજે ૧૩ હજાર કરોડ રૂપિયાના પ્રારંભિક રોકાણ સાથે ર૦ Gwh ની ઉત્પાદન ક્ષમતા હશે અને પ્રત્યક્ષ તથા પરોક્ષ મળીને ૧૩ હજારથી વધુ લોકોને રોજગાર અવસર આ પ્લાન્ટને પરિણામે મળતા થશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારીને કાર્બન ઉત્સર્જન રહિત ઊર્જા-ગ્રીન ક્લિન એનર્જી વધારવા અને ફોસિલ ફ્યુઅલ ક્ન્ઝમ્પશન ઘટાડી કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વિઝન માટે પ્રતિબદ્ધ છે.
    આ સંદર્ભમાં ઇ.વી નો વપરાશ વધવાની સાથે લિથિયમ-આયન બેટરી પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે વધશે.

    ટાટા ગૃપના આ પ્લાન્ટની સ્થાપનાથી ગુજરાત લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગમાં અગ્રણી રાજ્ય બનશે તેમજ રાજ્યમાં બેટરી મેન્યૂફેક્ચરીંગ ઇકો સિસ્ટમ સ્થાપિત કરવામાં મદદ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટની સફળતા માટે રાજ્ય સરકારના સહયોગની તત્પરતા આ તકે વ્યકત કરી હતી.

    આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ટાટા ગૃપના વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.

    આ પણ વાંચો… Gujarat Rain update: ગુજરાતમાં મોડો પડી શકે છે વરસાદ, જાણો શું છે કારણ…

    Gujarati banner 01
    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો