WPL 2023 auction

WPL 2023 auction: મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ હરમનપ્રીત કૌર, ઓક્શન બાદ જુઓ દરેક ટીમોનું લિસ્ટ…

WPL 2023 auction: ભારતીય વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના શરૂઆતી મહિલા પ્રીમિયર લીગ માટે થયેલી હરાજીમાં સૌથી વધુ રકમ સાથે વેચાનાર ખેલાડી રહી

ખેલ ડેસ્ક, 14 ફેબ્રુઆરી: WPL 2023 auction: મહિલા પ્રીમિયર લીગ માટે ઓક્શનનું આયોજન મુંબઈમાં થયું હતું. પાંચ ફ્રેન્ચાઇઝીઓએ 87 ખેલાડીઓ પર 59.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. બીસીસીઆઈએ ઓક્શન માટે 448 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યાં હતા, જેમાં 270 ભારતીય સામેલ હતા. ભારતીય વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના શરૂઆતી મહિલા પ્રીમિયર લીગ માટે થયેલી હરાજીમાં સૌથી વધુ રકમ સાથે વેચાનાર ખેલાડી રહી. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બોલીની ટક્કરમાં મુંબઈ ઈન્ડિયન્સને પછાડતા 3.40 કરોડ રૂપિયામાં ખરીદી હતી. 

મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ હરમનપ્રીત કૌર

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી છે. તે મુંબઈની સૌથી મોંઘી ખેલાડી પણ નથી કારણ કે ટીમે ઈંગ્લેન્ડની નેટ સ્કિવર બ્રંટને સૌથી વધુ 3.20 કરોડ રૂપિયા આપીને સામેલ કરી છે. દેશની બીજી સૌથી મોંઘી વેચાનાર ભારતીય ખેલાડી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા છે, જેને યુપી વોરિયર્સે 2.6 કરોડ રૂપિયામાં ખરીદી છે.

ઓક્શન બાદ જુઓ દરેક ટીમોનું લિસ્ટ:

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (18 ખેલાડી)

સ્મૃતિ મંધાના- 3.4 કરોડ, સોફી ડિવાઇન- 50 લાખ, એલિસ પેરી- 1.7 કરોડ, રેણુકા ઠાકુર- 1.5 કરોડ, રિચા ઘોષ- 1.9 કરોડ, એરિન બર્ન્સ- 30 લાખ, દિશા કાસત- 10 લાખ, ઈન્દ્રાણી રોય- 10 લાખ, શ્રેયંકા પાટિલ- 10 લાખ, કનિકા આહુજા- 35 લાખ, આશા શોબાના- 10 લાખ, હિથર નાઇટ- 40 લાખ, ડેન વાન નિકેર્ક- 30 લાખ, પ્રીતિ બોસ- 30 લાખ, પૂનમ ખેમના- 10 લાખ, કોમલ ઝાંઝાદ- 25 લાખ, મેગન શુટ- 40 લાખ, સહના પવાર- 10 લાખ.

મુંબઈ ઈન્ડિયન્સ (17 ખેલાડી)

હરમનપ્રીત કૌર- 1.8 કરોડ, નેટ સિવર બ્રંટ- 3.2 કરોડ, અમેલિયા કેર- 1 કરોડ, પૂજા વસ્ત્રાકર- 1.9 કરોડ, યાસ્તિકા ભાટિયા- 1.5 કરોડ, હિથર ગ્રેહામ- 30 લાખ, ઈસ્સી વોંગ- 30 લાખ રૂપિયા, અમનજોત કૌર- 50 લાખ, ધારા ગુર્જર- 10 લાખ, સાયકા ઇશાક- 10 લાખ, હેલી મેથ્યુઝ- 40 લાખ, ચોલે ટ્રાયોન-  30 લાખ, હુમારિયા કાઝી- 10 લાખ, પ્રિયંકા બાલા- 20, સોનમ યાદવ- 10 લાખ, જીન્તિમણી કલિતા – 10 લાખ, નીલમ બિષ્ટ- 10 લાખ રૂપિયા.

ગુજરાત જાયન્ટ્સ (18 ખેલાડી)

એશ ગાર્ડનર- 3.2 કરોડ, બેથ મૂની- 2 કરોડ, સોફિયા ડંકલી- 60 લાખ, એનાબેલ સધરલેન્ડ- 70 લાખ, હરલીન દેઓલ- 40 લાખ, ડિઆન્ડ્રા ડોટિન- 60 લાખ, સ્નેહ રાણા- 75, મેઘના- 30 લાખ, જ્યોર્જિયા વેરહામ- 75, માનસી જોશી- 30 લાખ, ડી હેમલતા- 30 લાખ, મોનિકા પટેલ- 30 લાખ, તનુજા કંવર- 50 લાખ, સુષ્મા વર્મા- 60 લાખ, અશ્વની કુમારી- 35 લાખ , પારુણિકા સિસોદિયા- 10 લાખ, શબનીમ શકિલ- 10 લાખ.

યુપી વોરિયર્સ (16 ખેલાડી)

સોફી એક્લેસ્ટોન- 1.8 કરોડ, દીપ્તિ શર્મા- 2.6 કરોડ, તાહલિયા મેકગ્રા- 1.4 કરોડ, શબનિમ ઇસ્માઇલ- 1 કરોડ, એલિસા હિલી- 70 લાખ, અંજલિ સરવાણી- 55 લાખ, રાજેશ્વરી ગાયકવાડ- 40 લાખ, શ્વેતા સહરાવત- 40 લાખ, એસ યશશ્રી- 10 લાખ, કિરણ નવગીરે- 30 લાખ, ગ્રેસ હેરિસ- 75 લાખ, દેવિકા વૈદ્ય- 1.4 કરોડ, લોરેન બેલ- 30 લાખ, લક્ષ્મી યાદવ- 10 લાખ, પ્રાશ્વી ચોપડા- 10 લાખ, સિમરન શેખ- 10 લાખ.

દિલ્હી કેપિટલ્સ (18 ખેલાડી)

જેમિમાહ રોડ્રિગ્સ- 2.2 કરોડ, મેગ લેનિંગ- 1.1 કરોડ, શેફાલી વર્મા- 2 કરોડ, રાધા યાદવ- 40 લાખ, શિખા પાંડે- 60 લાખ, મેરિઝાન કપ્પ- 1.5 કરોડ, તિતાસ સાધુ- 2.5 કરોડ, અલી કેપ્સી- 75 લાખ, તારા નોરિસ- 10 લાખ, લૌરા હેરિસ- 45 લાખ, જસિયા અખ્તર- 20 લાખ, મીનુ મન્ની- 30 લાખ, તાનિયા ભાટિયા- 30 લાખ, પૂનમ યાદવ- 30 લાખ, જોના જેસેન- 50 લાખ રૂપિયા, સ્નેહા દીપ્તિ- 30 લાખ રૂપિયા, અરુંધતિ રેડ્ડી- 30 લાખ રૂપિયા, અપર્ણા મંડલ- રૂપિયા 10 લાખ.

આ પણ વાંચો: Valentine day cake recipe: વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે ઘરે જ બનાવો આ ખાસ ફ્લેવરની કેક, જાણો સરળ રેસિપી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો