IPL 2022: આજથી IPL 2022માં 10 ટીમો સાથે શુભારંભ, આવર્ષે નવી બે ટીમો જોડાશે- વાંચો વિગત

IPL 2022: વિશ્વ ક્રિકેટમાં સૌથી પ્રતિષ્ઠિત ટી20 ટ્રોફી માટે 8 નહીં 10 ટીમો વચ્ચે મુકાબલો થશે સ્પોર્ટ્સ ડેસ્ક, 26 માર્ચઃ IPL 2022: ભારતીય ક્રિકેટને મોટી કિંમત અને નવી ઓળખ આપનાર આઈપીએલ … Read More

IPLની મેચો લાઇવ જોવા માટે જિયોએ ખાસ પેક રજૂ કર્યા

મુંબઈ,25 ઓગષ્ટ:ભારતમાં ધર્મ તરીકે પૂજવામાં આવતી ક્રિકેટની રમતનો રોમાંચ માણ્યાને છ મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. ટીવી અને મોબાઇલ પર સૌથી વધુ જોવામાં આવતી ક્રિકેટ ઇવેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ધમધમાટ સપ્ટેમ્બર 2020ના મધ્યભાગ પછી શરૂ થઈ જશે. જિયોએ તેના પ્રીપેઇડ યુઝર્સ માટે આઇપીએલનો રોમાંચ માણવા માટે બે ખાસ પેક રજૂ કર્યા છે, રૂ. 499 અને રૂ.777ના આ ખાસ પેક દ્વારા માત્ર લાઇવ ક્રિકેટ જ નહીં, પરંતુ ડિઝની+હોટસ્ટાર પણ વધારાના ખર્ચ વગર માણી શકાશે. આ સિઝનમાં આઇપીએલની તમામ મેચ યુએઈમાં રમાવાની છે અને એ પણ પ્રેક્ષકોની હાજરી વગર, એટલે મેચનો રોમાંચ માણવો હશે તો માત્ર બે જ વિકલ્પ છે, એક તો ટીવી ઉપર અથવા તો બીજો રસ્તો મોબાઇલ પર લાઇવ મેચ જોવાનો છે. ‘ક્રિકેટ ધન ધના ધન’ ઓફર હેઠળ ‘જિયો ધન ધના ધન’ દ્વારા જિયોના પ્રીપેઇડ યુઝર્સને રૂ.399ની કિંમતનું ડિઝની+હોટસ્ટાર એક વર્ષનું સબસ્ક્રિપ્શન મળશે જેમાં તેના તમામ પ્લાન હેઠળ અનલિમિટેડ ક્રિકેટિંગ કવરેજ માણવા મળશે. રૂ.499નું નવું પેક ખાસ ક્રિકેટના ફેન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 56 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા મળશે. રૂ.777નું બીજું પેક ત્રિમાસિક આયોજન મુજબ ડિઝાઇન કરાયું છે. આ પેકમાં 84 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા અને વધારાનો પાંચ જીબી ડેટા પણ મળશે. એ સાથે જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 3000 મિનિટ પણ મળશે. આ બે ખાસ પેક ઉપરાંત પ્રવર્તમાન રૂ.401નો માસિક પ્લાન અને રૂ.2599નો વાર્ષિક પ્લાન પણ ઉપલબ્ધ છે. રૂ.401ના પ્લાનમાં જિયો યુઝર દરરોજનો ત્રણ જીબી ડેટા 28 દિવસની વેલિડિટી માટે મેળવે છે, જેમાં છ જીબી  વધારાનો ડેટા ઉપરાંત જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે જ્યારે જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 1000 મિનિટ મેળવે છે. રૂ.2599ના વાર્ષિક પ્લાન અંતર્ગત 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા અને વધારાનો 10 જીબી ડેટા પણ મળે છે. આ પ્લાનમાં પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે અને જિયોથી નોન-જિયો વોઇસ કોલિંગ માટે 12,000 મિનિટ મળે છે. લાઇવ ક્રિકેટ મેચ જોવા માટે જિયો એડઓન પેક પણ ઓફર કરે છે. આઇપીએલની મેચો લાઇવ જોવા માટે પ્રવર્તમાન જિયો પ્રીપેઇડ યુઝર્સ રૂ.612નું એડઓન પેક પણ લઈ શકે છે. તમારો પ્રવર્તમાન પ્લાન પૂરો ન થાય ત્યાં સુધી આ પેક 6 જીબીના 12 વાઉચર્સ ઓફર કરે છે. આ પેક પણ જિયોથી જિયો અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયોથી નોનજિયો વોઇસ કોલિંગ માટે 500 મિનિટ ઓફર કરે છે. આ ઉપરાંત અન્ય ત્રણ એડઓન ડેટા પેક પણ ઉપલબ્ધ છે – રૂ.1004નું પેક 120 દિવસ માટે 200 જીબી ડેટા ઓફર કરે છે જ્યારે રૂ.1206નું પેક 180 દિવસ માટે 240 જીબી ડેટા ઓફર કરે છે અને રૂ.1208નું પેક 240 દિવસ માટે 240 જીબી ડેટા ઓફર કરે છે.